________________
૩૮૪
(૧૩) સવ લક્ષણોથી સંપન્ન, સર્વોત્તમ પુણ્યાનુબંધ પુણ્યથી નિર્મિત દેહવાળા,
(૧૪) ધ્યાન કરનારાઓનાં નિર્વાણનું સાધન, પરમ યોગીઓના મનને રંજિત કરનારા (યોગીઓના મનમાં ૨મનારા),
(૧૫) જન્મ, જરા અને રેગથી રહિત, સિદ્ધ જેવા. હોવા છતાં પણ જાણે ધર્મ માટે જ કાયામાં રહેલા,
(૧૬) હિમ, હાર કે ગાયના દૂધ જેવા નિર્મલ, (૧૭) કર્મ સમૂહોને નાશ કરનારા,
આ રીતે ધ્યાન નિશ્ચલ ચિત્તથી ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ હોય તેવા ભાસે.
તે પછી પિતાના જાનુ (ઘૂંટણ) ભૂમિ ઉપર રાખવા. અત્યંત ભક્તિપૂર્વક નમેલા શીર્ષ વડે પરમાત્માના ચરણકમલનો સ્પર્શ કરે. તે વખતે આત્મા પરમાત્માના શરણમાં. છે, એમ ભાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org