________________
શુદ્ધ હમારે રૂપ છે, શેભિત સિદ્ધ સમાન; કેવળ લક્ષમી કે ધણી, અનત ગુણ નિધાન.
(સમાધિ વિચાર) બારમા દેવલોકન દેવ પૃથ્વી ઉપર વિચિત્ર સં જેગામાં હોવા છતાં તે અંદર તે સમજે છે કે હું તે બારમા દેવલોકને દેવ છું. લીલા જેવા માટે પૃથ્વી ઉપર આવ્યો છું. તે રીતે આપણે પણ પ્રભુ સીમંધરસવામીએ કહ્યું છે તેમ “અનંત સુખ, અચિંત્ય શક્તિના સ્વામી છીએ. કર્મના કારણે અનેક વિચિત્ર સંજોગો વચ્ચે અત્યારે છીએ. પણ કમ બદલાય તેમ બહારની પરિસ્થિતિ પણ બદલાય છે. તેમાં મને સુખ-દુઃખ, ગમે-અણગમે કે રાગ -દ્વેષ નથી. જ્ઞાન, દર્શન મારું કાર્ય છે. હું તે આનંદમય આત્મા છું.” આ રીતે અંતરંગમાં નિશ્ચય દૃષ્ટિ ધારણ કરી જીવન જીવવાનું છે.
સુજ્ઞ વાચક મિત્રે ! આ પ્રયોગ આપણે નિત્ય કરીશું. પ્રયોગમાં બતાવેલ સમવસરણમાં બિરાજમાન પરમાત્માને આપણી નજર સામે રાખીશું, તેમની દેશના સાંભળી આપણે સમ્યગૂ દર્શન, સમ્યગૂ જ્ઞાન, સમ્યમ્ ચારિત્ર પ્રાપ્ત કરીએ છીએ અને ક્ષેપક શ્રેણિ આરહણ કરી, કેવળજ્ઞાન સ્વરૂપે પ્રગટ કરીએ છીએ. આવી ભાવનાથી નિરંતર ભાવિત બનીશું તે ચક્કસ તે મુજબ જ સાક્ષાત ભાવજિનેશ્વર પાસે પહોંચવાનું અને કેવળજ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું કારણ આપણું જીવનમાં ઉપસ્થિત થશે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org