________________
૩૬૮
(સવાસો ગાથાનુ` સ્તવન.. યશેાવિજયજી કૃત ઢાલ ૧૧મી ) ભાભવ સેવા રૈ તુમ પદ કમળની, દેજો દીન દયાળ, બે કર જોડી રે ઉદયરત્ન વદે, નેક નજરથી નિહાળ વિનતી માહરી રે સુણો સાહિમા....(૧)
મહાવિદેહની ધ્યાન યાત્રા કર્યા પછી, પ્રાથના કરી આપણે આંખ ઉઘાડીએ છીએ.....
દિવ્ય અનુભૂતિ, દિવ્ય ભાવ, અદ્ભુત પરિણામની વિશુદ્ધ ધારા–ધ્યાનમાં આપણે અનુભવી.................
આંખ ઉઘાડીને બહાર જોઈ એ અને જે જગત દેખાય છે, તે બહારના જગત કરતાં, અંદરનું જગત ઘણુ મોટું છે.
Jain Education International
*****..
“પુગ્ગલ અપ્પા બિહુ પખે થપ્પા.” પુદ્દગલ અને આત્માને પરમાત્માએ જુદા પાડી આપ્યા. અને આપણે દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી સભાનતા, પ્રતીતિ, અનુભવ થયા. દિવ્ય આનંદ અને આત્મિક સુખને અનુભવ કરવાના માર્ગ આપણા માટે ખુલ્લા થઈ ગયા. આ દેહ અને તેનું નામ તે હું છું તેવા અહભાવ, અને કકૃત ભાવેામાં મારાપણાની બુદ્ધિ નાશ પામી. અને હું શુદ્ધ આત્મસ્વરૂપ છું. અનંત આનંદ અને સુખનું પરમનિધાન, અચિંત્ય શક્તિના સ્વામી, કેવળજ્ઞાન આદિ અનંત ગુણના ભડાર, ચૈતન્યરૂપ, સત્તાએ શુદ્ધ આત્મા છું-તેવા ભાવા ઉત્પન્ન થયા. દ્વીપક ઉપર આચ્છાદન ઢાંકવામાં આવે ત્યારે પ્રકાશ દેખાતા નથી. આચ્છાદન દૂર કરીએ ત્યારે
For Private & Personal Use Only
www.jainelibrary.org