________________
૩૫૩
સર્વ જી સિદ્ધ ભગવંતના સાધર્મિક, સત્તાએ અનંત ગુણના ગુંદ, મહાસુખના કંદ છે. સવજી પ્રત્યે અહિંસક ભાવ પ્રગટાવ. તેમના કલ્યાણ માટે, રક્ષણ માટે ઉત્સાહિત બન. જેને હણે છે, તે તું પતે જ છે તેવું સમજ, અને સમજીને ષટુ વનીકાયના રક્ષણ અને હિતને માટે અહિં સાદિક મહાવ્રતો માટે ઉદ્યમવંત બન.
જે રીતે દીપક ઉપર આચ્છાદન કરનારી વસ્તુ મૂકવાથી પ્રકાશનો અભાવ થતો નથી, આચ્છાદન સમયે અગર આચ્છાદન ન હોય તે સમયે દીપક તે તે જ સ્થિતિમાં છે; તે રીતે અનંત જ્યોતિ સ્વરૂપ શુદ્ધ આત્મા-દેહ સંબંધ કે કર્મ સંબંધરૂપી આચ્છાદન સમયે પણ–સત્તાએ શુદ્ધ, અને નિર્મળ છે. પરંતુ બુદ્ધિના વિપર્યાસ અને મિથ્યા ભ્રમણને કારણે તે અનુભવમાં આવતો નથી. અંતરાત્માની શુદ્ધ પ્રતીતિ અને અનુભવને આવરણ કરનાર મિથ્યાત્વ મોહનીય છે. મિથ્યાત્વ મેહનીયના ક્ષપશમથી, સમ્યગ દર્શનના પ્રકાશથી જે નિર્મળ આનંદમય આત્મસ્વરૂપને યત્ કિંચિત્ તે અનુભવ કર્યો, તે આત્માના પૂર્ણાનંદ સ્વરૂપને પ્રગટ કરવા માટે સર્વ બાહ્ય ઉપાધિક ભાવ છોડીને, બાહ્ય -અત્યંતર પરિગ્રહને પરિત્યાગ કરીને, આત્મ ઉપયોગ સ્થિર થઈ સ્વરૂપ રમણતાના પરમાનંદને અનુભવવા તત્પર બને.”
ઉપર મુજબ પ્રભુની, સર્વજીવ વિષયક અમૃત દેશના
યા. પ્ર. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org