________________
૩૨૮
જેમ કલપવૃક્ષમાં તમામ વૃક્ષ સમાઈ જાય છે, ચિંતામણિરત્નમાં બધા મણિઓ સમાઈ જાય છે, તેવી રીતે તમામ ધર્મો શ્રી અરિહંત ભક્તિમાં સમાઈ જાય છે.
અરિહંત ભક્તિ તમામ ધર્મના ફળને આપનાર હવાથી અરિહંત ભક્તિમાં તમામ ધર્મો સમાઈ જાય છે.
जह बहुकालं धन्ने पुक्खलसंवट्टमेहजलबुट्ठी । तह जिणभत्ती इका जीवे सुचिरे सुहे देह ।।
જેમ પુષ્કરાવ મેઘની જલવૃષ્ટિ ઘણા કાળ સુધી ધાન્યને દે છે, તેમ એક અરિહંત ભક્તિ ને ઘણું લાંબા કાળ સુધી સુખને આપે છે.
(નમસ્કાર ચિંતામણિ શ્લેક ૬૪, ૬૫.) दिवा रात्रौ सुखे दुःखे, शोके हर्षे गृहे बहिः । क्षुधि तृप्तौ गमे स्थाने, ध्यातव्याः परमेष्ठिनः ॥
દિવસે કે રાત્રે, સુખમાં કે દુઃખમાં, શેકમાં કે હર્ષમાં, ઘરમાં કે બહાર, ભૂખ્યા કે તૃપ્તિમાં, ગમનમાં કે સ્થાનમાં (સ્થિરતામાં) પરમેષ્ઠિઓનું ધ્યાન કરવું જોઈએ. अपवित्रः पवित्रो वा, सुस्थितो दुःस्थितोऽथवा । ध्यायन् पश्चनमस्कार, सर्वपापैः प्रमुच्यते ॥
અપવિત્ર હોય કે પવિત્ર હય, સુખી હોય કે દુખી હાય, પણ જે નવકારનું ધ્યાન કરે છે, તે સર્વ પાપથી મુક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org