________________
૩૦૮
મિલે, મન ભીતર ભગવાન.” તે સત્યપણે અનુભવમાં આવે. નામ દ્વારા પરમાત્માને સાક્ષાત્કાર કરી શકાય.
અને છેલ્લી કડીમાં – ધ્યાન પદસ્થ પ્રભાવથી, ચાખે અનુભવ સ્વાદ; માનવિજય વાચક કહે, મૂકે બીજે વાદ. (૫)
પ્રભુના નામનું ધ્યાન એટલે પદસ્થ ધ્યાન થવાથી આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચી શકાય છે. માટે બીજે વાદવિવાદ મૂકીને પરમાત્માના નામના ધ્યાન દ્વારા આત્માના અનુભવ રસને આપણે આનંદ ચાખીએ તે જ પરમ ઈષ્ટ છે. મહાપુરુષ કહે છે કે, નામ દ્વારા કેવી રીતે આત્મઅનુભવ થાય તે વાદવિવાદ અને તકને છોડીને, પ્રભુના. નામનું ધ્યાન કરી, આત્મસ્વરૂપને અમે અનુભવ. ર્યો છે અને તમે પણ કરો.
માટે જ કહ્યું છે કે – શુદધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુજ નામજી અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત સુખ ધામજી.
(શ્રી દેવચંદ્રજી કૃત શીતલનાથ ભગવાનનું સ્તવન.)
ધ્યેય-લક્ષની શુદ્ધિપૂર્વક એટલે કે આત્મઅનુભવ પ્રગટ કરવા માટે પ્રભુનું નામ લેવું અને આ રીતે શુદ્ધાશયપૂર્વક પરમાત્માનું ધ્યાન કરવા માટે જે સાધક પ્રભુનું નામ મરણ. કરે છે તે પરમાત્મ સ્વરૂપને અવલંબી, છેવટે પરમ અમૃતમય આત્મસ્વરૂપને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org