________________
૨૦૦
મહાન પ્રક્રિયા ચગશાસ્ત્રના આઠમા પ્રકાશના ૫ થી ૧૬ શ્લોકમાં બતાવીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આપણું ઉપર અનંત ઉપકાર કર્યો છે. તેમને અંતરથી પ્રણામ કરવા.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને આ “અહ” મંત્રના ધ્યાન દ્વારા શક્તિ જાગરણ, કુંડલિની ઉત્થાન, પરમાત્મ તત્ત્વ સમાપતિ, આતમ અનુભવ, આત્મસાક્ષાત્કાર માટે આ દિવ્ય પ્રયોગ સાધક વર્ગને અદ્દભુત બક્ષિસ છે. જગતભરમાં કુંડલિની ઉત્થાન માટે જેટલા પ્રવેગ મળે છે, તેમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાને બતાવેલ આ પ્રયોગ સર્વશ્રેષ્ઠ લાગે છે. સામાન્ય રીતે શક્તિ જાગરણ પછી અનેક પ્રકારના રિએક્શન (પ્રત્યાઘાત) સાધકને અનુભવાય છે. મનની વિકૃતિ, શરીરમાં અવ્યવસ્થા, વાસનાની જાગૃતિ વગેરે અનેક વિકૃતિઓ કુંડલિની ઉથાન સમયે થાય છે. આ એક મોટું ભયસ્થાન છે.
આ ભયસ્થાનને ધ્યાનમાં રાખીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન આ પ્રયોગમાં હસ્ય, દીર્ઘ, ડુત, સૂમ અને અતિસૂક્ષમ ઉચ્ચારણ દ્વારા ચક્રોનું ભેદન કરીને શક્તિને બ્રહ્મરંધ્રમાં લઈ ગયા. અને તે જાગૃત થયેલ આત્મ શક્તિને સોશ્ય” બનાવવા માટે નાભિમાં અમૃત સરોવરમાં ઊગેલા ૧૬ પાંખડીવાળા કમળની કર્ણિકામાં, જાગૃત થયેલ આત્મશક્તિને ૧૬ વિદ્યાદેવીના કુંભમાંથી ઝરતા અમૃતથી પ્લાવિત થતી બતાવી છે. આ રીતે અમૃત સ્નાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org