________________
૨૬૧
(૩) તે બુદ્ધિમાન પુરુષના જ્ઞાનમય તેજનું માતાની જેમ જતન, પારેવાલન અને વિશાધન કરનારી હેવાથી, માતૃકા કહેવાય છે.
(૪) માતૃકા આત્માની પરમ તિ છે.
(૫) બારાક્ષરીના અ થી હ સુધી ૪૯ અક્ષરનું રોગશાસ્ત્રમાં બતાવેલ આવું ધ્યાન કરનાર સાધક શ્રતજ્ઞાનને પારગામી થાય છે. આ ૪૯ અક્ષરે Raw Material – ખાણમાં રહેલા કાચા હીરાના સ્થાને છે અને જિનાગમ Polishd – તૈયાર હીરા સમાન છે. આ ૪૯ અક્ષરોના ધ્યાનમાં તન્મય બનનાર સાધકને સકલ આગમમાં રહેલાં રહસ્ય, હાથમાં રહેલાં આમળાની જેમ સ્પષ્ટ અનુભવમાં આવે છે.
(૬) કેઈપણ શબ્દ અગર ભાષા ૪૯ અક્ષરોમાંથી અને છે. જિનેશ્વર ભગવંતની વાણી ૪૯ અક્ષરોમાંથી ગૂંથાય છે. ગણધર ભગવંતે દ્વાદશાંગીની રચના ૪૯ અક્ષ
ના જુદી જુદી રીતે સંકલન દ્વારા કરે છે. જગતને સર્વ લૌકિક અને લેકેત્તર વ્યવહાર ચલાવનારી મહાશક્તિ તે આ ૪૯ અક્ષર રૂ૫ વર્ણમાલા છે. તેનું ધ્યાન કરનારને અપ્રતિમ વાણને પ્રવાહ મળે છે. ( Influent Flow ) વર્ણમાલાનું ધ્યાન કરનારને કાંઈ પણ કહેવું હોય તે શબ્દ શોધ પડતો નથી. શબ્દને તેની પાછળ દોડતા આવવું પડે છે. એક હજાર વકતૃત્વની કળા (Art of Speaking) ના પુસ્તકો વાંચવાથી જે વક્તત્વ કળા માટેનું જ્ઞાન મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org