________________
૨૪૭
અદ્દભુત સૂત્રો છે! તે દરેકને આપણે તેમાં રહેલાં અર્થભાવનાપૂર્વક કહીએ તે આપણને રસ જરૂર પડશે. આપણી ક્રિયા પ્રાણવાન બનશે. આ રીતે કરવાથી ક્રિયા કરવાને રસ જાગશે અને ક્રિયા કરનારની સંખ્યા પણ વધશે.
આપણું પૂજ્યો અને વડીલોને નમ્રતાપૂર્વક વિનંતિ છે કે પ્રતિકમણનાં સૂત્રો બાબતમાં વધુ પ્રકાશ પાડે તેવાં ચિત્રો સાથેનું સાહિત્ય બહાર પાડે તો આપણી પવિત્ર ક્રિયામાં જરૂર રસ વધે.
આ વિષયમાં સુંદર ગ્રંથ તિયાર કરી શકાય. જેમાં પૂર્વાચાર્ય રચિત સૂત્રો, સ્તવને, સ્તુતિઓ, તેત્રો વગેરેનું ધ્યાનપૂર્વક ઉચ્ચારણ કરી તે દરેકનું ધ્યાન કરી શકાય તેવી. પ્રક્રિયા બતાવી શકાય.
આપણે સ્વયં આપણી બુધિ અનુસાર વિકાસ કરી શકીએ અને સૂત્રોના આલંબને ધ્યાન કરી શકીએ.
દા. ત. “સંસાર દાવાનલ દાહ નીરં” આ દિવ્ય લેાક સંબંધી ભાવના–ધ્યાન આ પ્રમાણે કરી શકાય – પ્રયાગ નં. ૨૫:–
સંસારરૂપી દાવાનળ સળગી રહ્યો છે. ભયંકર આત ધ્યાન અને રૌદ્રધ્યાનથી સૌ પીડાઈ રહ્યાં છે. ભયંકર હિંસા અને પાપના કારણે સંસાર દાવાનળમાં આપણે દાઝી રહ્યા છીએ. આ સંસાર દાવાનળને દાહ આપણને ભયંકર વેદના આપી રહ્યો છે, કેઈ બચાવે તેમ નથી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org