________________
૨૨૬
આચાર્યપદનું ધ્યાન –
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે, પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે.
મહાવીર જિનેશ્વર મહા સૂરિમંત્રને જ પનારા, શુભ ધ્યાન કરનારા આચાર્યપદનું ધ્યાન કરવાથી ધ્યાતા પોતે આગમથી ભાવ નિક્ષેપે આચાર્ય થાય છે. ઉપાધ્યાયપદનું ધ્યાન :
તપ સાચે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગ બ્રાતા રે.
વીર જિનેશ્વર, તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત, બાર અંગનું ધ્યાન કરનારા જગતના પરમ બાંધવ સમાન ઉપાધ્યાયપદનું ધ્યાન કરવાથી ધ્યાતા પિતે આગમથી ભાવનિક્ષેપે ઉપાધ્યાય બને છે. સાધુપદનું ધ્યાન –
અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમા, શું મૂડે શું લાગે છે.
વીર જિનેશ્વર જે નિરંતર અપ્રમત્તપણે મોક્ષમાર્ગની સાધના કરે છે, શુભ કે અશુભ કર્મના કારણે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની બાહ્ય પરિસ્થિતિ વચ્ચે પણ જે રાગ, દ્વેષ, સુખ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org