________________
૨૦૪
એટલે કે “હે પ્રભુ! મારું દર્શન-સમ્યક્ત્વ નિર્મળ કરે. આત્મસ્વરૂપનો અનુભવ તે સમ્યગદર્શન છે, તે સમ્યગદર્શનરૂપ ઉત્તમ અમૃતરસનું પાન કરીએ.”
સમ્યગદર્શન ગુણસ્થાનકે રહેલ આત્મા ભાવના કરે છે?
“સંયમ કબ મીલે? સસનેહી પ્યારા હૈ. ચું સમકિત ગુણઠાણ ગવારા, આતમ કરત વિચારા હે.
સંયમ કબ મીલે ?” સમ્યગદષ્ટિ આત્માની આવી નિર્મળ પવિત્ર ઝંખના છેવટે શુદ્ધ ચારિત્રરૂપે પરિણમે છે અને સમિતિ ગુપ્તિના પાલન, મહાવ્રતો અને ક્ષમાદિ ધર્મો દ્વારા સર્વ જી સાથે આત્મસમાન શુક્ર વ્યવહાર ઉત્પન્ન થાય છે; અને પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા સ્વરૂપદમણુતા અને તે દ્વારા પરમાનંદના અનુભવરૂપ નિશ્ચય ચારિત્રરૂપે આત્મા સ્થિર બને છે. તે વખતે સ્વરૂપ રમણતાના પરમાનંદના અનુભવનું સુખ બાર માસના ચારિત્ર પર્યાયવાળાને અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખને અનુભવ કરાવે છે. “બાર માસ પર્યાયે જેહને, અનુભવ સુખ અતિક્રમીએ.”
(ઉ. યશોવિજયજી કૃત નવપદ પૂજા) જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતે રે.” ચારિત્ર ગુણ વળી વળી નમે, તવ રમણ જસુ મૂલો છે.”
( ચારિત્રપદની પજા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org