________________
૨૦૩
કે સર્વ જી આત્મસમાન હોવા છતાં, હું સર્વ જીવ સાથે. આત્મસમાન ભાવે વર્તન કરી શકતા નથી, તેથી મને ક્યારે જિનેશ્વર ભગવંતોએ કહેલો ચારિત્રધર્મ પ્રાપ્ત થાય અને સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે હું વર્તન કરવાવાળા બનું? બીજી તરફ સમ્યગૃષ્ટિ આત્મા પોતાના આત્મામાં પરમાત્માના જેવું જ સ્વરૂપ સત્તામાં રહેલું છે તે જાણીને તે સ્વરૂપનો અનુભવ કરવા માટે નિરંતર પરમાત્માની ભક્તિ, અજ્ઞાપાલન આદિમાં રક્ત હોવા છતાં સંસારમાં અનેક પ્રકારની વિટંબણુ હોવાથી સંપૂર્ણપણે પરમાત્મા સાથે ધ્યાનની એકતા દ્વારા પરમાનંદને અનુભવ અને સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરી શકતો નથી. તેથી સમ્યગૃષ્ટિ આત્મા ઝંખે છે કે ક્યારે મને પરમાત્માએ કહેલ (પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂપ) ચારિત્ર ધર્મ પ્રાપ્ત થાય અને પૂર્ણ પણે પરમાત્માની આજ્ઞાનું પાલન કરી પરમાત્મા સાથે અભેદ ધ્યાન સિદ્ધ કરી, આત્મસ્વરૂપ રમણુતારૂપ શુદ્ધચારિત્રના પરમાનંદને અનુભવ કરું?
ઉપાધ્યાય યશોવિજયજી કૃત “સમ્યગ્રદર્શનની પૂજામાં “નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ કરણ રુચિતા ઉછળે” એટલે સમ્યગૃષ્ટિ આત્માને પિતાની શુદ્ધ આત્મસત્તાને. અનુભવ કરવાની તીવ્ર ઈચ્છા ઉછાળા મારે છે, પં. પદ્મવિજયજી કૃત “સમ્યગદશન”ની પૂજામાં
પ્રભુ નિર્મળ દર્શન કીજીએ; આતમજ્ઞાનકો અનુભવદર્શન સરસ સુધારસ પીજીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org