________________
૧૯૮ અનુભવ માટે જિનભક્તિ એ તેનું અનુષ્ઠાન છે, અને સર્વ જીવ આત્મ સમાન છે, તે માટે જીવવી એ અનુષ્ઠાન છે–આવું આત્મઅનુભવ રૂ૫ સમ્યગદર્શન આપણને પણ પ્રાપ્ત થાય તે માટે સમ્યગદર્શનની આરાધના કરવાની છે, સમ્યગજ્ઞાન, સમ્યગુચારિત્ર, અને સભ્યતપ-હવે પછીના આ ત્રણે પદને પાય સમ્યગુદર્શન છે. તેનું ધ્યાન કેવી રીતે કરવું, તે જોઈએ. આ ધ્યાન પ્રક્રિયાથી વિકસિત સમ્યગુદર્શન છેવટે સમ્યગ્રચારિત્રમાં પરિણામ પામે છે. અને આ પ્રક્રિયાથી શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય આદિ સમ્યગુદર્શનના લક્ષણો અનુભવાય છે.
मैत्री प्रमोद कारुण्य माध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपस्कतुं तद्धि तस्य रसायनम् ॥
(યોગશાસ્ત્ર-ચોથ પ્રકાશ.) મિત્રી, પ્રમોદ, કરુણા, માયસ્થ આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રયજવી. કારણ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે.
આ દૃષ્ટિએ આપણે જે ધ્યાન કરવા ઈચ્છીએ છીએ તેના પ્રારંભમાં મિત્રી આદિ ભાવથી ભાવિત બનવું જરૂરી છે. પ્રયોગ :–
આવા મહાકરૂણાના નિધાન, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યસન ભંડાર પરમાત્માની કરૂણ જગતના જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારકી સુધી વરસી રહી છે. ચૌદ રાજલક પરમાત્માની કરૂણાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org