________________
૧૯૫
નિર'તર છે એવા સાધુભગવ'તના નીલ આકાશ જેવા વ કલ્પવા. એવા સાધુભગવંત આપણી સમક્ષ બિરાજમાન છે. તેમનામાંથી નીલ વર્ણ ના પ્રકાશ નીકળે છે............. તે પ્રકાશ આપણા અતરાત્મામાં ઝીલીએ છીએ.... તે પ્રકાશ આપણા આત્મપ્રદેશમાં ફેલાય છે.... તેમાંથી સકલસત્ત્વહિતાશય અમૃત પરિણામ પ્રાપ્ત થાય છે. તે પરિણામથી સમિતિ, ગુપ્તિનું પાલન, મહાત્રતાનુ પાલન તથા દશ યતિધર્મોની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય છે.
સમ્યગ્રંદન :
જે જિનેશ્વર ભગવંતાએ કહેલુ છે તે જ સત્ય અને શકા વગરનું છે- આવા શ્રદ્ધાના પરિણામ તે સમ્યગ્દન છે. સમ્યગ્દન ગુણુના અધિકારી બનવા માટે આપણને આ જીવનમાં જે જ્ઞાન અને શ્રદ્ધા મળ્યાં છે તેનું માપ કાઢવુ જોઈ એ.
મેટા ભાગે મનુષ્ય પોતાને મળેલાં જ્ઞાન અને બુદ્ધિના અહંકારમાં રાચતા હોય છે. ચાર દિવસ પહેલાં મારે કર્યુ ભાજન કર્યુ હતું? ભીંતની પાછળ શું છે ? ક્ષણ પછી શું બનવાનું છે? પાતાના ઘરની સીડીનાં કેટલા પગથિયાં છે ? આટલુ પણુ જેને જ્ઞાન નથી, તેવા મનુષ્ય આ બુદ્ધિવાદના જમાનામાં પેાતાને મળેલ અલ્પ જ્ઞાન અને બુદ્ધિ ઉપર મુસ્તાક હોય છે. પરંતુ ખીજબુદ્ધિના ધણી ગૌતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org