________________
सामायिकादिगतविशुद्धक्रिया अभिव्यंग्य सकल सत्त्वहिताशय अमृत लक्षण स्वपरिणाम एव साधुधर्मः ।
સર્વ જીવોના હિતના આશયરૂપ આત્મામાં ઉત્પન્ન થયેલા (અજરામર પદને અપાવવાવાળા) અમૃતલક્ષણ પરિણામને સાધુ ભગવંતે સામાયિક આદિ વિશુદ્ધ ક્રિયા દ્વારા અભિવ્યક્ત કરે છે. તેવા સાધુભગવંતે સાધુધર્મનું પાલન કરનારા, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા અને દશ પ્રકારના યતિધર્મનું વહન કરનારા છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, સત્ય, શૌચ, અકિંચન, તપ, સંયમ, બ્રહ્મચર્ય – આ દશ પ્રકારના ધર્મને સાધુ ભગવંત જીવનમાં ધારણ કરે છે. દશ પ્રકારના ધર્મના પ્રભાવનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજા યેગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં ધમ ભાવનાના અધિકારમાં કહે છેઃ “આ પૃથ્વી નિરાધાર ટકી રહી છે, સૂર્ય, ચંદ્ર નિયમિત ગતિ કરે છે, સમુદ્ર પિતાની મર્યાદા મૂકતા નથી વગેરે વિશ્વનું આ બધું તંત્ર દશ પ્રકારના યતિધર્મના પ્રભાવથી વ્યવસ્થિત ચાલે છે.” આવા સાધુ ભગવંતો આપણી આરાધનામાં સહાય કરનારા છે. આપણને પણ આવું સાધુપણું કયારે પ્રાપ્ત થાય! તે સંકલ્પ કરીને “ હી નમે એ સવ્વસાહૂણું.” આ પ્રમાણે માળા ગણવી. માળા ગણતી વખતે નીચેનું દશ્ય નજર સામે રાખવું. પ્રયોગ :
સકલસવહિતાશય રૂપ અમૃત પરિણામ જેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org