________________
ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા છોડી દે. ભય, શોક, દુઃખ, અજ્ઞાન આદિ છેડીને શાંત બનીને ધ્યાન કરજે. આ કાર્યમાં પરમાત્માની કરુણ શકિત તમને મદદ કરશે. તે માટે કઈ પણ ધ્યાનપ્રયોગ કરતા પહેલાં પ્રયોગ નં. ૧ પ્રથમ કરવો. દરેક પ્રયોગમાં દર્શન પ્રથમ કરવાનું બતાવવામાં આવ્યું છે. તે દશનમાંથી સજન થશે અને સન તમને તે મુજબના સંવેદનમાં લઈ જઈ કાયસિદ્ધિ કરાવશે.
તમે ધ્યાન એટલું ઊંડાણમાં લઈ જાઓ કે જેથી તમારા આત્મામાં રહેલ અનંત આનંદ અને સુખના મહાસાગર સુધી તમે પહોંચી શકે. તે માટે પ્રયોગમાં ટપકાં ......... મૂકેલાં છે. ત્યાં સ્થિર બને અને ઊંડાણમાં જાઓ.
આ પ્રયોગો સામુદાયિક રીતે પણ થઈ શકે છે. જ્યારે કોઈ એક જ વિચાર બે કે તેથી વધુ મનુષ્યને સ્પર્શે છે, ત્યારે એક માસ્ટર માઈન્ડ બને છે. તે હેતુથી ધ્યાન શિબિરોનું પણ આયોજન ચાલી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં ૩૦ જેટલી ધ્યાન શિબિરે ઉપરાંત ૧૫૦ જેટલા ધ્યાનપ્રયોગ કરવામાં આવ્યા છે. તેમાં ૪૦ જેટલા આચાર્ય ભગવંતે, ૮૦૦ જેટલા સાધુ સાધ્વી મહારાજે અને ૩૦ થી ૪૦ હજાર જેટલા આરાધકોએ ધ્યાન શિબિરમાં ભાગ લીધો છે. આ પ્રયોગ અને પ્રક્રિયા પ્રેકટીકલ કરવાના વિષયમાં શિબિરનું આયોજન થાય ત્યારે ત્યાં આપ વધુ લાભ લઈ શકે છે. જૈન શાસનમાં સામુદાયિક આરાધના, સામુદાયિક પૂજન વગેરેનું આયોજન ચાલતું આવ્યું છે, તેની પાછળ ગંભીર રહસ્ય છે. તે આ પુસ્તકના પાન નં. ૧૧૭ માં પ્રતિમા શતક ગ્રંથના આધારે બતાવ્યું છે.
ધ્યાનપ્રયોગ દ્વારા તમારું જીવન એક નવસર્જનરૂપ બની જશે. પરમાત્માની દિવ્ય શકિત તમારા જીવનમાં કાર્યશીલ બનશે. શાંતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org