________________
આકર્ષણ આપણી તરફ થાય છે. જે આપણે પરમાત્માની અચિંત્ય શક્તિને નિરંતર વિચાર કરીશું, પરમાત્માના ગુણનું ચિંતન કરીશું, પરમાત્માનું ધ્યાન કરીશું, તો પરમાત્માની અચિંત્ય, અનંત શક્તિ આપણું અંદર કાર્યશીલ થશે અને તેથી આપણે એક સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બની શકીશું. આપણા મનમાં જે વિચારો ઘૂંટાય છે તે છેવટે ભૌતિક સ્વરૂપે પ્રગટ થાય છે. આ પુસ્તકના પ્રયોગે જેમ જેમ કરવા જશે તેમ તેમ પરમાત્માને જ નિરંતર વિચાર કરવાની ટેવ પડી જશે. તમારા જીવનમાં થતું નવસર્જન કઈ દિવ્ય અને અલૌકિક હશે. તમારું જીવન શાંતિ, આનંદ અને નિર્ભયતાથી પૂર્ણ બની જશે. આ પુસ્તકના શરૂઆતના ૧ થી ૭ પ્રગો તથા પ્રયોગ નં. ૩૪ માં લખેલ વસ્તુ વર્તમાન કાળમાં બનતી તમે કલ્પના કરજે. (આ બધું ભવિષ્યમાં બનશે તેવી કલ્પના નથી કરવાની.) એ અત્યારે જ બની રહ્યું છે તેવું વર્તમાન કાળમાં ચિંતવવું. ઉદા. તરીકે “પરમાત્માની અચિંત્ય શક્તિ મારામાં કાર્યશીલ બનશે” તેવું વિચારવાનું નથી, પરંતુ અત્યારે જ પરમાત્માની દિવ્ય શક્તિ મારી અંદર કાર્યશીલ બની છે. તેના પ્રભાવથી હું આનંદમય, સુખમય, શકિતમય બન્યો છું તેવું અનુભવવું. વસ્તુ ભૌતિક રૂપે પ્રગટ થાય તે પહેલાં મનોમય ભૂમિકા ઉપર પ્રગટેલી. તમે જુઓ. પછી પરિણામ ભૌતિકરૂપે પણ તેવું જ આવશે. પોઝીટીવ માનસ તમારી નજર સમક્ષ ઉપસ્થિત કરો", નકારાત્મક વિચાર છેડી દે.
પરમાત્મા અને આત્માના શુદ્ધ ચૈતન્ય તરફ મન કેન્દ્રિત કરે. પરમાત્માની અચિંત્ય શક્તિ તમારામાં કાર્યશીલ બનશે, આપણી વર્તમાન પરિસ્થિતિ અને પરમાત્માનું આનંદમય ધામ– એ બે વચ્ચેનું અનુસંધાન આ પુસ્તકના દયાપ્રેગે દ્વારા થશે. આ પ્રાગે તમારા અને પરમાત્મા વચ્ચે એક ચેનલરૂપ બની જશે. તમે ધ્યાન કરવા બેસે ત્યારે આગળ પાછળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org