________________
૧૮૯
પ્રભુના ગુણરૂપી ગંગાજળમાં આપણે સ્નાન કરીને નિર્મળ બનીએ છીએ .... (શેડો સમય સ્થિર બની આવું સંવેદન કરવું.)
પ્રભુના ગુણરૂપી ગંગાજળ આપણા મસ્તકમાંથી આપણી અંદર પ્રવેશ કરે છે............. આપણે ઉત્તમ ગુણોથી ભરાઈ રહ્યા છીએ............................................ (આવું દૃશ્ય જેવું.)
પ્રભુના ગુણ ગંગાજળમાં સનાન કરતાં કરતાં “ હીન સિદ્ધાણં' પદને મંત્ર જાપ કરો. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દયા, દાન, પરોપકાર, કૃતજ્ઞતા, મિત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ ઉત્તમ ગુણેથી આપણે ભરાઈ ગયા છીએ................આપણે અનંત ગુણેથી પૂર્ણ ભરાઈ ગયા.
(સંકલ્પપૂર્વક આવું અનુભવવું) આચાર્યપદનું ધ્યાન :
પંચાચારનું પાલન કરનારા અને કરાવનારા, જિનેશ્વર ભગવંતના શાસનનો જગતમાં વિસ્તાર કરનારા, છત્રીસ ગુણના ભંડાર, આચાર્ય ભગવંતની આરાધના આપણે કરવાની છે. આચાર્ય ભગવંતની આરાધના કરવાથી આચારપાલનનું બળ આપણને પ્રાપ્ત થાય છે. પ્રવેગ :–
સવ આચાર્યોના પ્રતિનિધિ ગૌતમ ગણધર ભગવંત આપણુ સમક્ષ બિરાજમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org