________________
૧૫
અનંત સિદ્ધ ભગવંતા તેમના કેવળજ્ઞાનમાં વિશ્વના સર્વ જડ-ચૈતન્યના ત્રણે કાળના સર્વ પર્યાયાને જુએ છે અને જાણે છે. પરંતુ જગતના માણસાની જોવાની રીત જુદી છે, અને પરમાત્માની જોવાની રીત જુદી છે. પરમાત્મા કઈ ષ્ટિથી જગતને જુએ છે, તે શ્રી દેવચ`દ્રજી મહારાજ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં આ પ્રમાણે કહે છે :
“તુમ પ્રભુ જાણંગ રીતિ સવ જગ દેખતા, નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા, પરપરણિત અદ્વેષપણે ઉવેખતા.”
અનંત સિદ્ધ ભગવંતા અત્યારે જ આપણને જોઈ રહ્યા છે, પરંતુ તે આપણી વિભાવદશા, દેખભરી હાલત, પરપરિણતિઓ વગેરે પાપથી ખરડાયેલી આપણી વર્તમાન અવસ્થાની ઉપેક્ષા કરે છે અને ‘નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા.' પ્રત્યેક જીવમાં સત્તાએ રહેલું જે શુદ્ધ સ્વરૂપ છે, તેનું મૂલ્યાંકન કરે છે.
'
દલતયા પરમાત્માં એવ જીવાત્મા.”
CC
સત્તાથી દરેક જીવાત્મા પરમાત્મા સ્વરૂપ છે, અર્થાત્ આપણી અંદર સત્તાથી તેમના જેવું જ જે પૂર્ણ રૂપ રહેલુ છે, તે રૂપમાં અનંત સિદ્ધ ભગવંતા આપણને જોઈ રહ્યા છે. એટલે તેમના ઉપયાગમાં આપણુ' શુદ્ધ સ્વરૂપ છે અને જિનાગમના આલંબનથી જ્યારે આપણા ઉપયાગમાં તેમનુ શુદ્ધ સ્વરૂપ આવે છે, ત્યારે આપણા અને તેમના એક વૈજ્ઞાનિક સબંધ થાય છે. તેમના ઉપયેાગમાં આપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org