________________
૧૮૫
તેમના નેત્રમાંથી કરુણાની સફેદ દૂધ જેવી ધારા વહી રહી છે.
તેમાં આપણે સ્નાન કરીએ છીએ.
પરમાત્માની કરુણ આપણું મસ્તકમાંથી આપણું શરીરમાં પ્રવેશ કરે છે.
આપણું હૃદય પૂર્ણ ભરાય છે. આખા શરીરમાં કરુણું વ્યાપક બની જાય છે.
તેના પ્રભાવથી આપણું શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામે છે.
આપણે સુખ, શાંતિ અને આનંદ અનુભવ કરીએ છીએ.
આવું દશ્ય નજરની સામે રાખી “જી હી નમો અરિહતાણ” પદને જાપ કરો. જાપની એક માળા થયા પછી પણ ઉપરનું દશ્ય નજર સામે રાખી પ્રભુની કરુણામાં થોડે સમય સ્નાન કરવું. વિશેષ વિગતવાર પ્રયોગો આ પુસ્તકમાં અન્યત્ર છે તેથી અહીં વધુ વિગત લીધી નથી. સિદ્ધપદનું ધ્યાન:
સિદ્ધ ભગવતે સર્વ કર્મઆવરણથી મુક્ત બનેલા છે. તેઓ અનંત, અવ્યાબાધ, સ્વતંત્ર, સ્વાધીન એવા સુખમાં સદા નિમન છે, નિષ્કલંક છે, નિરામય છે અને અનર્ગળ આનંદના દિવ્ય ભંડાર છે. સ્વરૂપમાં રમનારા, સ્વરૂપના ભેગી અને સ્વરૂપસ્થિરત્વવાળા સચ્ચિદાનંદ રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org