________________
૧૫૭
પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલંબને સ્વ આત્મ ના દિવ્ય સ્વરૂપનું દર્શન થયું તે જ સાચે નમસ્કાર છે, તેને જ સાચે પુરૂષાર્થ કહેવાય છે. તેનું જ જીવન ધન્ય છે કે જે પરમાત્માના આલંબને સ્વ આત્માનો અનુભવ કરે છે.
તે જ મહાન આત્માઓનું જીવન ધન્ય છે, જે અરિહત આદિ પદના ઉપયોગમાં સદા લીન છે.
તે જ સાચી સાધના છે, જેમાં પરમાત્માનું આલંબન લઈને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવામાં આવે છે.
અહીં પ્રશ્ન થાય છે કે જે આપણે આત્મા અરિહંત કે સિદ્ધ નથી તો જે જે નથી, તેમાં તેવાની માન્યતા રૂપ બ્રાન્તિ તે નથીને ?
આ પ્રશ્ન અને ઉત્તર અક્ષરશઃ “નમસ્કાર સ્વાધ્યાય પૃ. ૨૩૦ માં નીચે મુજબ છે.
तन्नचोद्यं यतोऽस्वाभिर्भावार्हन्नयमर्पितः । स चाहध्याननिष्ठात्मा, ततस्तत्रैव तद् ग्रहः ॥१८९।। परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति । अर्हध्यानाविष्टो भावार्हन् स्यात्स्वयं तस्मात् ॥१९०।। येन भावेन यद् रुपं ध्यायत्यात्मानमात्मवित् । तेन तन्मयतां याति, सोपाधिः स्फटिको यथा ॥१९॥
તવાનુશાસન લેક ૧૮૮-૧૯૦–૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org