________________
૧૫૬ પરમાત્મ સ્વરૂપમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાથે એકત્વ-અભેદ ધ્યાન ચાલી રહ્યું છે.
જે ઉપયોગમાં આપણે લીન બનીએ છીએ તે આકારવાળો આપણે આત્મા થાય છે. તેથી હવે અત્યારે આપણે આમા અરિહંત આકારવાળે બન્યો છે. (આવું અનુભવવું) (ઉપયોગથી ઉપગવાન આત્મા અભિન્ન છે.)
હવે અરિહંતમાં લીન બનેલા અને તેથી અરિહંત આકારવાળા આપણા આત્માને આપણે જોઈએ છીએ.............
અરિહંત આકારવાળા બનેલા આપણું આત્માનું આપણે ધ્યાન કરીએ છીએ. આપણો ઉપયોગ, “અરિહંત આકારવાળા બનેલા આપણા આત્માના સ્વરૂપમાં સ્થિર બનવાથી આત્માનુભવની સ્થિતિમાં આપણે અત્યારે છીએ
. (આવું અનુભવવું.) પરમ આનંદ અને સુખને અનુભવ થઈ રહ્યો છે.” .......... થોડી ક્ષણ આ સ્થિતિમાં સ્થિર બનવું... ઉપયોગ બદલાય તે ફરી ફરી સ્થિર કરવા પ્રયત્ન કરે. ......... પ્રયત્ન ચાલુ રાખ............ આત્માના અનુભવની સ્થિતિમાં અત્યારે આપણું ચૈતન્ય છે..............
..... પરમ આનંદ અને સુખ આપણે અનુભવી રહ્યા છીએ.
આનંદ અમૃતરસ પીવે............... ફરી ફરી પી. ....... અમૃતથી ભરાઈ જશે.
૩ શાન્તિ શાન્તિ શાન્તિ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org