________________
૧૪૨
સબંધી વિચાર ઉત્પન્ન થતાં વર્તમાન જીવનની પાંચપચ્ચીસ વરસની નાનકડી જિંદગી સંબધીના ભય આપણા મનમાંથી નીકળી જાય છે. ભવભ્રમણના ભય તે અમૃતક્રિયાનુ' ત્રીજું લક્ષણ થયું.
ચાથું લક્ષણ છે ભાવની વૃદ્ધિ. ભવભ્રમણના ભય ઉત્પન્ન થતાં જ ભવભ્રમણના ભયનુ નિવારણુ કરનારા એકમાત્ર અરિહ ́ત પરમાત્મા જ છે. તે આપણું સર્વસ્વ બની જાય છે. પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન અને આજ્ઞાપાલન કરતી વખતે ભાવેહ્વાસ વધી જાય તેને ભાવની વૃદ્ધિ કહેવાય છે. હે કરૂણાસાગર પરમાત્મા ! આપનું દર્શન, પૂજન, ધ્યાન કરતાં આજે હું આપની કરૂણાને પાત્ર બન્યા, આજે મારાં સવ દુઃખ દૌર્ભાગ્ય નાશ પામી ગયાં, આજે સવ ચિ'તાએ ચૂણ થઈ ગઈ, આજે સર્વ ભય નાશ પામી ગયા, આજે સર્વ પાપો દૂર થઈ ગયાં. આજે મહાન મહાયને હું પામ્યા, આજે મને સુખશાન્તિ અને આનંદના અનુભવ થયેા, આજે મારા સ મનારથ પૂર્ણ થઈ ગયા, આજે આત્માનાં પ્રદેશે પ્રદેશે અમૃત વડે હું છંટાયેા, આજે મારા આત્માના ઇતિહાસની સુવર્ણમય પળ પ્રાપ્ત થઈ, આજે મને કલ્પવૃક્ષ કામધેનુ અને ચિતાર્માણની પ્રાપ્તિ થઈ.
આ રીતે ક્ષણે ક્ષણે આત્મામાં ભાવાલ્લાસ વધતા જતા હોય, તે છે “ ભાવની વૃદ્ધિ” રૂપ અમૃતક્રિયાનું ચાથું લક્ષણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org