________________
૧૨૪
આ રીતે સ્તવનમાં ધ્યાન કરી શકાય. પછી સ્તવન આપણું માટે ફક્ત ગાવાની વસ્તુ નહી પણું અનુભવવાની વસ્તુ બની રહેશે. અને સ્તવનોમાં રહેલા ભાવનો અનુભવ થતો જશે તેમ પરમાત્માના ગુણગાન દ્વારા પરમાત્માનું ધ્યાન અને પરમાત્માના ધ્યાન દ્વારા આત્મ અનુભવ સુધી પહોંચવાનાં દ્વાર ખુલતાં જશે.
આ વિષયક બીજા સ્તવનની કડીઓ વિચારી તે મુજબ ધ્યાન કરીએ. જૈન દર્શનની વિશિષ્ટ કોટિની આધ્યાત્મિક
સ્તવન પદ્ધતિ A wonderful Arr of Spiritual Prayer in Jainism :
આપણું પૂર્વાચાર્યોએ આત્મ-સાક્ષાત્કારની દિવ્ય પ્રક્રિયાથી ભરપૂર પરમાત્માનાં સ્તવનેની રચના કરી, જૈન શાસનમાં મહાન ઉપકારક કાર્ય કર્યું છે. મહાપુરુષોએ આત્મસ્વરૂપના અનુભવની કળા સ્તવને દ્વારા સકળ સંઘમાં વ્યાપક બનાવી છે. જેમ કે – “જે હવે મુજ શક્તિ ઈસી,
સવી જીવ કરું શાસન રસી, શુચિ રસ ઢલતે તિહાં બાંધતા,
તીર્થકર નામ નિકાચતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org