________________
૧૦૬
આન્ત્ય એક ત્રિભુવનવ્યાપી શક્તિ વિશેષ છે અને તેને આધીન વિશ્વચક્ર ચાલી રહ્યું છે. પ્રાણીમાત્રની આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું કાર્ય આહત્ત્વ પ્રદર્શિત ધર્મચક્રના આધારે અનાદિ અનંતકાળ પર્યંત સતત ચાલી રહ્યું છે. આન્ય સકલ અરિહંતામાં છે અને તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. અરિહંત પરમાત્માને સ્થાપના નિક્ષેપ એટલે પ્રતિમા (મૂર્તિ )નુ ધ્યાન, આ પ્રકરણમાં આપણે જોઇશુ તેને રૂપસ્થ ધ્યાન ચેાગશાસ્ત્રમાં કહ્યુ` છે.
જિનેશ્વરદેવની મૂતિ દ્વારા-અમૃત્ત એવા પરમાત્માના મૂર્ત સ્વરૂપનું દર્શીન થાય છે. તેથી મૂર્તિના માધ્યમ દ્વારા આરાધક આત્મા પરમાત્મ-તત્ત્વનુ' મીલન કરે છે. સર્વોત્તમ દ્રબ્યાથી પ્રભુની મૂર્તિની પૂજા કરે છે. ભગવાનના ત્રિભુવન તારક અદ્ભુત સ્વરૂપને દેખી નૃત્ય કરે છે. પરમાત્માના સ્તાત્ર–સ્તવન વિગેરે દ્વારા પરમાત્મા સાથે તન્મયતા સાધે છે. “જિન પ્રતિમા જિન સારિખી ' વિગેરે વચના દ્વારા શાસ્ત્રકાર મહર્ષિઓએ જિનેશ્વરની પ્રતિમાની પૂજાનું ફળ સાક્ષાત્ ભગવાનની પૂજા જેટલુ' જ ખતાળ્યુ છે. આત્માના શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપના અનુભવ કરવા માટે જિનભક્તિ સૌથી સરળ માર્ગ છે.
""
*
“ જૈના ઇશ્વરને સ્વીકારતા નથી” આવા આક્ષેપ અજાણ ન તરફથી થઇ રહ્યો છે. તેને સારામાં સારા રદીયા જૈનાના સ્તુતિ સ્તાત્ર સાહિત્ય વડે આપી શકાય છે. આ બે ગાથામાં પ્રાણીમાત્રની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના મૂળમાં અરિહંત પરમાત્મા છે, તે સ્પષ્ટ સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org