________________
૮ર
જેડવાપૂર્વક કરવાનું છે. જ્ઞાનગુણનું કાર્ય “જાણવાનું ” છે. દર્શનગુણનું કાર્ય “રુચિ” કરવાનું છે. તે જ્ઞાનદર્શન બંને ગુણેને પરમ વિશુદ્ધ પરમાત્મતત્તવમાં જોડવા. પરમાત્માના અનંત ઉપકારો અને પરમાત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપને જાણી તેમાં જ રુચિ કરવી. તેમાં જ ભક્તિના પ્રકર્ષપૂર્વક પ્રેમ કરે. | (૮) પશમ ભાવથી અંશતઃ ખુલ્લા થયેલા આપણા ચારિત્રગુણને પરમાત્મસ્વરૂપમાં જોડવાપૂર્વક આઠમો નમસ્કાર કરવો. ચારિત્રગુણનું કાર્ય રમણતા કરવાનું છે. અત્યારે રમણતા પરપુદ્ગલમાં એટલે કે વિભાવમાં છે, ત્યાંથી છોડાવી સ્વભાવમાં સ્થિર એવા પરમાત્મ-સ્વરૂપમાં આપણે રમણતા કરવાની છે. રમણતા કરવાની શક્તિને (ચારિત્રગુણને) પરમાત્મામાં જેડવી, એટલે પરમાત્માના ગુણ-પરમાત્માના ઉપકાર, પરમાત્માના પરમવિશુદ્ધ કેવળજ્ઞાન, પરમાનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિ આદિમાં રમણતા કરવી તે આઠમે નમસ્કાર છે.
(૯) આત્મા અનંત શક્તિને ધણું છે. તેમને કેટલેક ભાગ ક્ષપશમ ભાવથી અત્યારે ખુલ્લો છે. તે ક્ષપશમ ભાવની શક્તિને પરમાત્મતત્વમાં રમણતા, તદ્રપતા, તમયતાના કાર્યમાં ફેરવવી, એટલે આપણી સંપૂર્ણ શક્તિને પરમાત્મતત્વ સાથે તન્મય, તદ્રુપ બનાવવી, તે નવમે નમસ્કાર છે. ઉપગને પરમાત્મ આકારે પરિણુમાવ. (In tune with infinite.) જે રીતે સાકર, દૂધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org