________________
ભાવના
અખંડ આનંદને વરસાવનાર હે પ્રભુ! મારા જીવનમાં તારું આગમન થયા પછી હવે સંતાપ મને તપાવી નહિ શકે.
હવે શોક મને પ્રજાની નહિ શકે.
હે કરૂણામય ! તારામાંથી વરસતી અનંત સુખની વર્ષોમાં સ્નાન કર્યા પછી હવે દુઃખ મને દીન નહિ બનાવી શકે.
આપત્તિ મને દુઃખી નહિ કરી શકે.
હે વાત્સલ્ય મૂર્તિ પરમાત્મા! પ્રશમ રસ પૂર્ણ તારા સ્વરૂપમાં સમાઈ જવાથી હવે અશાન્તિ-અજપે મને સતાવી નહિ શકે.
ચિંતા મને સ્પર્શ પણ નહિ શકે. હે અભયદયાણુ ગુણના સ્વામી પરમાત્મા !
તારામાં શ્રદ્ધાનો અભાવ એ જ ભયનું સ્વરૂપ છે તેવું જાણ્યા પછી અને તારૂં શરણ લીધા પછી ભય જેવી કિઈ ચીજનું અસ્તિત્વ મારે માટે નથી.
હે કૃપામય પ્રભુ! તારી કરૂણાનું પાત્ર બનેલા મને સદા સુખ, શાન્તિ, અને આનંદ નિર્ભયતા જ છે.
Open your self in an aspiration towards the gives of delight with in the divin element,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org