________________
થશે જે કેાઈ આ પ્રયોગની સાધના કરશે તે જ તેના ફળ સુધી પહોંચી શકશે. ધ્યાનના ફળ સુધી પહોંચવા માટે માત્ર તેનું વાંચન કે વિચારણું પર્યાપ્ત નથી, પરંતુ ધ્યાનના પ્રયોગનું જીવનમાં નિષ્ઠાપૂર્વક આરાધના કરવાથી જ અનુભવ સુધી પહોંચી શકાય છે.
સાલંબન ધ્યાનની પ્રવેગે દ્વારા મન બદલી શકાય છે. જૂની ટેનું પરિવર્તન કરી શકાય છે. આ પુસ્તકમાં અનુભવસિદ્ધ પ્રાગે છે. આ પ્રયોગ દ્વારા જીવન પરિવર્તન થાય છે. આર્ત-રૌદ્ર ધ્યાનને સ્થાને ધર્મધ્યાન; દુઃખ, ભય, શેક, ચિંતાને બદલે સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતા; જગતના પદાર્થો તરફની આસક્તિને લીધે થતી તાણ (tention) ને સ્થાને પરમાત્મા પ્રત્યેની અભિમુખતા અને તેથી દિવ્ય આનંદ અને સુખની અનુભૂતિ; કેધ, માન, માયા, લેભથી થતા ત્રાસમાંથી છુટકારો મેળવી જીવ ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતેષને આનંદ મેળવે છે. ઈર્ષા, અસૂયા, સ્વાર્થવૃત્તિ, વિર, વિરોધના સ્થાને મિત્રી, પ્રેમ, વાત્સલ્ય, પ્રદ, કરુણાથી સાવનું હૃદય ઊભરાય છે. ભૌતિકતાને સ્થાને આધ્યાત્મિકતાના દ્વાર ખૂલે છે. અને દિવ્ય આનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિના ભંડાર આત્મતત્ત્વનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે. વ્યક્તિત્વનું કોચલું તૂટીને અમર્યાદ અમરત્વ તરફ પ્રયાણ શરૂ થાય છે. જ્યારે આપણું મન પરમાત્માના ચિંતન તરફ વળે છે, ત્યારે બધું જ સુલભ થવા લાગે છે. પરમાત્માની અનંત કરુણાશક્તિ સાધકને અમર્યાદ આનંદ અને સુખના ભંડાર આત્મામાં કેવી રીતે લઈ જાય છે તેને પ્રત્યક્ષ અનુભવ આ પુસ્તકના પ્રયોગો દ્વારા થાય છે. વળી, મિથ્યા દર્શનને સ્થાને સમ્યગ્દર્શન જાગે છે, અને આપણને વાસ્તવિક દિવ્ય જીવન લાધે છે. સાલંબન ધ્યાનના પ્રયોગો તે ચેતના ઊર્ધ્વગમનની દિવ્ય પ્રક્રિયા છે........ -- કેટલીક જગ્યાએ ધ્યાનમાં ભાવિત બની સ્થિર થવા માટે વચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org