________________
પ્રકાશકીય
પરમ શાસન પ્રભાવક, ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન, નમસ્કાર મહામંત્ર અને નવપદના પરમ આરાધક, અધ્યાત્મયોગી, પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી મહારાજની કરૂણદષ્ટિના મહાન પ્રભાવથી “શ્રીપાલ અને મયણના આધ્યાત્મિક જીવન રહસ્ય –આ પુસ્તક પ્રગટ કરતાં અને અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ.
પરમ પૂજ્ય સંઘસ્થવિર પૂજ્ય બાપજી મહારાજના સમુદાયના પરમાત્મભાવ સંનિષ્ઠ, આગમ વિશારદ પૂ. જંબુવિજયજી મહારાજ સાહેબે આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી અમારા ઉપર મહાન કૃપા કરી છે. શ્રી જિન આગમના સંશોધન અને પ્રકાશનમાં સદા રક્ત શ્રી જંબૂવિજયજી મહારાજે પોતાના હૃદયમાં રહેલ પરમાત્મા ભક્તિનો પ્રભાવ આ પ્રસ્તાવનામાં બતાવી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે.
પરમ પૂજય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય પરમાત્મ ભક્તિ સંનિષ્ઠ આચાર્ય, ભગવંત શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય અધ્યાત્મ મૂર્તિ શ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજે આ પુસ્તકના પ્રકાશન પ્રસંગે આશીર્વચન મોકલી અમારા ઉપર તેમની કૃપાદૃષ્ટિ વરસાવી છે તેમને કોટિ કોટિ વંદન કરીએ છીએ.
શ્રીપાલ અને મયણાની જીવનસિદ્ધિઓનાં મૂળમાં છુપાયેલ સાધ| નાના રહસ્યને આ પુસ્તકમાં ખેલવામાં આવ્યાં છે. તેમજ આત્માના અખૂટ સંપત્તિના ભંડારને ખેલવાની દિવ્ય કળા પણ આમાં બતાવી છે. આપણે પણ તેવા પ્રકારની સાધના દ્વારા શ્રીપાલ અને મયણાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org