________________
૩૬.
અર્થી આત્માઓને અનુભવ અમૃત ચખાડવા સ્તવમાં તેને માર્ગ બતાવ્યો છે.
પૂ. ઉપા. શ્રી માનવિજયજી મ. રચિત અજિતનાથ ભગવાનનું સ્તવન : “અજિત જિનેશ્વર ચરણની સેવા, હેવાએ હું હળીઓ; કહીએ અણુચા પણ, અનુભવરસને ટાણે મળીયે. તું અનુભવરસ દેવા સમરથ, હું પણ અરથી તેહને, પ્રભુની મહેરે તે રસ ચાખે, અંતરંગ સુખ પામ્યું.”
અનુભવ-અમૃતનું પાન કરવા માટે પરમાત્મા એ જ પુષ્ટ નિમિત્ત છે. આપણું ચિતન્યને પરમાત્મ-સ્વરૂપ અનુયાયી બનાવીએ તે જ અનુભવ–અમૃત મળે તેમ છે.
શ્રી ચિદાનંદજી મહારાજ નેમનાથ ભગવાનના સ્તવનમાં પણ કહે છે– “પણ તુમ દરિશન યોગથી, થયો હદય હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કમ વિનાશ.”
પરમાત્મદર્શન એ જ આત્મઅનુભવને પ્રકાશ પ્રાપ્ત કરવાની કળા છે.
મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ પણ એ જ વસ્તુ બતાવે છે– તુજ ગુણ જ્ઞાન યાનમાં રહીએ,
ઈમ મિલવું પણ સુલભ જ કહીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org