________________
૩૫૦
ઉદક પામૃત કલ્પજ્ઞાન તિહાં, ત્રીજો અનુભવ મીઠો; તે વિણ સકલ તૃષા કિમ ભાંજે, અનુભવ પ્રેમ ગરીઠે રે.
જ્ઞાન ત્રણ પ્રકારનું છે – પહેલું પાણી જેવું. એટલે ત્રણ કલાક તૃષા છીપાવે. વળી પાછી તૃષા લાગે; તેમ શ્રુત જ્ઞાન મેળવતી વખતે આનંદ આવે, પણ ફરી તૃષા લાગે. બીજું “દૂધ જેવું.” એટલે દૂધ પીવાથી બાર કલાક ભૂખ અને તૃષા બને છીપે; તેમ મેળવેલા જ્ઞાન ઉપર ઊંડું ચિંતન –મનન થતાં વધુ વખત ભૂખ – તૃષા છીપે, એટલે તૃપ્તિનો આનંદ આવે, પણ ફરી પાછી ભૂખ-તૃષા લાગે. ત્રીજુ “અમૃત” જેવું એટલે અમૃત પીવાથી સદા માટે ભૂખ-તૃષા મટી જાય; તેમ અનુભવજ્ઞાન પ્રાપ્ત થતાં સદા માટેની તૃષ્ણ નાશ પામી, આત્મસ્વરૂપનો આનંદ અનુભવાય છે. પ્રેમ તણ પેરે શીખો સાધે, જેઈ શેલડી સાંઠે; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે.
શેરડીના સાંઠામાં જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી અને જ્યાં રસ છે ત્યાં ગાંઠ નથી. આ શેરડીના સાંઠાનું દષ્ટાંત લઈ સંસારી મનુષ્ય જે રીતે પ્રેમ કરે છે, તે રીતે અભેદતાથી અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે.
એક પ્રેમી માણસ પોતાની પ્રેમિકાના ઘેર ગયે. || બારણું ખખડાવ્યું. અંદરથી અવાજ આવ્યો : “તમે કેસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org