________________
૩૪૩
લેવલ ઉપર લઈ જવામાં બે વાકયે વિચારવાની અને વીસ સેકન્ડ જેટલા સમયની જરૂર છે.
એક માણસ પાસે પાંચ લાખ રૂપિયા હતા. તે બે લાખ કમાયે. આનંદ માણે છે. એક માણસ પાસે નવ લાખ હતા. તેને બે લાખ નુકસાન થયું, તેથી રડે છે. બન્ને પાસે સાત લાખ રૂપિયા સરખા છે, છતાં એક રડે છે, બીજો હસે છે. સાત લાખ રૂપિયામાં સુખ–દુખ છે? “ના.” સુખ-દુઃખ મનુષ્યના મનમાં છે. માટે મનનું રક્ષણ કરવા માટે મંત્ર જોઈ એ. “મનનાર્ ત્રાયતે ઈતિ મંત્રા” મંત્રોમાં સર્વશ્રેષ્ઠ નવકાર મંત્ર છે. નવપદ અને નવકારને મહિમા, તેની તારક શક્તિ આ પુસ્તકમાં શ્રીપાલ અને મયણાની સાધનામાં સર્વત્ર જોવા મળે છે. અરે ! નમે અરિહંતાણું” મંત્ર દ્વારા આપણે પરમાત્મા સાથે સીધી વાત અત્યારે પણ કરી શકીએ છીએ.
Direct Dialling to Divinity પરમાત્મા સાથે સીધી વાતચીત કરવાની કળા
પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં આપણે હમણાં જ વાત કરી શકીએ છીએ. એટલા માટે જ કહેવાયું છે કે,
“આવો આ ચતુર સુખ ભેગી,
કીજે વાત એકાંત અભેગી.” તથા “ભ્રમ ભાંગ્યે તવ પ્રભુ શું,
પ્રેમે વાત કરું મન ખાલી છે.”
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org