________________
પ્રકાશકીય
શ્રાવકે પોતાનું જીવન કેવી રીતે જીવવું એનું યોગ્ય માર્ગદર્શન આપતા પૂ. આચાર્ય દેવ શ્રીરત્નસિંહસૂરિ શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણી વિરચિત શ્રી આચારોપદેશ નામના ગ્રંથને અનુવાદ સાથે પ્રકાશિત કરીએ છીએ. આ ગ્રંથમાં શ્રાવકે સવારના બહ્મ મુહૂર્ત માં કેવી રીતે ઉઠવું ત્યાંથી માંડીને આખો દિવસની તમામ ધાર્મિક તેમજ વ્યવહારિક કરણી કેવી રીતે કરવી યાવત્ રાત્રે સુવાની પણ વિધિ વગેરેનું સુંદર પ્રતિપાદન કરેલ છે. આ ગ્રંથનું પઠન પાઠન દરેક શ્રાવકે અવશ્ય કરવું જરૂરી છે. રાત્રે સુતી વખતે કયા ક્યા ભગવાનના નામ લેવાથી દુઃસ્વપ્ન વગેરે ન આવે વગેરે માર્ગદર્શન પણ આ ગ્રંથમાં આપેલ છે.
પ્રસ્તુત ગ્રંથનો અનુવાદ શ્રી વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી (સેક્રેટરી જૈન આત્માનંદ સભા) એ કરીને જૈન આત્માનંદ સભા તરફથી વિક્રમ સંવત ૧૯૮૨માં હુકમચંદ વલમજી મોરબીવાળાની આર્થિક સહાયથી પ્રકાશીત કરેલ છે.
ઉપરોક્ત સર્વ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરવા પૂર્વક આ પુસ્તકનું પુનઃ પ્રકાશન અમો કરીએ છીએ. શ્રાવક શ્રાવિકાઓ આનું વાંચન શ્રવણ કરી આમાં બતાવેલ માર્ગ પૂર્વક જીવન જીવી આ દુર્લભ મનુષ્ય જીવનને સફળ કરે એજ શુભેચ્છા.
અનેક ગ્રંથોના પ્રકાશનનો લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ઠાયિકા દેવી સરસ્વતીને ભાવભરી પ્રાર્થના.
લી.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી
ટ્રસ્ટીઓ
લલિતકુમાર રતનચંદ કોઠારી
ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org