________________
છઠ્ઠતપનાતપસ્વીપ્રભુનું બીજા દિવસે પારણું પદ્મખંડનગરમાંસોમદત્ત રાજાને ત્યાંથયું ત્યાં પંચદિવ્યોપ્રગટથયા.
ત્રણ મહિના છદ્મસ્થપણામાં પ્રભુ વિચરી પુનઃ ચંદ્રાનના નગરીના સહસ્ત્રામ્ર વનમાં પધાર્યા પુનાગ વૃક્ષની નીચે ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા છઠ્ઠ તપના તપસ્વી પ્રભુને ફાગણ વદ સાતમ (મહા વદ સાતમ)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં કેવળજ્ઞાનઉત્પન્નથયું...!
દેવોએ સમવસરણની રચના કરી પ્રભુએ પૂર્વાભિમુખ બેસી મધુરી દેશનાનો પ્રારંભ કર્યો. અશુચિભાવનાનેવર્ણવતીપ્રભુનીવૈરાગ્યપ્રેરકદેશનાસાંભળીઅનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. દત્ત વિગેરે૯૩ ગણધરોપ્રભુના થયા. હંસવાહનવાળો વિજય નામે યક્ષ અને હંસના વાહન વાળી ભ્રુકુટી નામે શાસનદેવી પ્રભુના શાસનમાં અધિષ્ઠાયક તરીકે
થયા.
શ્રીચન્દ્રપ્રભસ્વામિના૨,૫૦૦૦૦ સાધુઓ
૩,૮૦૦૦૦ સાધ્વીજીઓ
૨૦૦૦ ચૌદપૂર્વી
૮૦૦૦ અધિજ્ઞાની
૮૦૦૦ મન:પર્યવજ્ઞાની
૧૦૦૦૦ કેવલજ્ઞાની
૧૪૦૦૦ વૈક્રિયલબ્ધિધારી
૭૬૦૦ વાદલબ્ધિધારી
06/
Jain Education International
૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org