________________
પદ્મપ્રભએ પ્રમાણે પાડ્યું.
અઢીસો ધનુષ્યની કાયાવાળા પદ્મપ્રભ સ્વામિના સાડા સાત લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર થયા સાડા એકવીસ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાગ પ્રભુના રાજ્યાવસ્થામાં પસાર થયા લોકાંતિકદેવોની પ્રેરણાથી વાર્ષિકદાનનો પ્રારંભ કરી પ્રભુ કાર્તિક વદ તેરસ (આસો વદ તેરસ)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં કૌશાંબી નગરીમાંથી નીકળીને હજારો દેવો મનુષ્યોની સાથે સુખકારી શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાગ્ર વનમાં આવ્યા. છઠ્ઠનો કરેલ છે જેમણે તપ એવા પ્રભુએ ૧OOO રાજાઓની સાથે દીક્ષા લીધી ત્યાંજ સ્વામિને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું બીજે જ દિવસે બ્રહ્મસ્થળ નગરમાં સોમદેવ રાજાને ત્યાં પ્રભુએ પારણું કર્યું પંચ દિવો પ્રગટ થયા.
છદ્મસ્થપણામાં છ મહિના વિચરી પુનઃ પ્રભુ કૌશાંબી નગરીના સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા છ8નો તપ કર્યો. વડના વૃક્ષ નીચે ચૈત્રી પૂર્ણિમાના મંગલ દિવસે પ્રભુને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું...!
દેવોએ સમવસરણની રચના કરી. ધર્મદેશનાનો પ્રારંભ થયો પ્રભુએ ચારે ગતિઓમાં પરિભ્રમણ કરતા આત્માઓ વિવિધ પ્રકારે દુ:ખોને સહન કરે છે તે વિષય ઉપર હૃદયવિદારકધર્મદેશના આપી.
પ્રભુની દેશના સાંભળી અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિનો સ્વીકાર કર્યો પ્રભુએ સુવ્રત આદિ ૧૦૭ ગણધરોની સ્થાપના કરી. પદ્મપ્રભ સ્વામિના તીર્થમાં મૃગવાહન વાળો કુસુમ નામે યક્ષ પુરુષના વાહનવાળી અય્યતા નામે શાસનદેવીથઈ.
[૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org