________________
શ્રી પદ્મપ્રભુસ્વામચરિત્ર ધાતકીખંડદ્વીપ પૂર્વવિદેહ ક્ષેત્રના ભૂષણ સમાન વત્સ નામના વિજયમાં સુસીમા નગરીમાં શત્રુઓ માટે સદાયે અજેય એવો અપરાજિતનામે રાજવી રાજ્ય કરી રહ્યો છે. સ્વાભાવિક રીતીએ જ રાજા ધર્મમાં મગ્ન રહેતો હતો પ્રૌઢાવસ્થામાં પોતાના પુત્રને રાજ્યની ધુરા સોંપી પિહિતાશ્રવ નામના આચાર્યભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી સમાધિમરણ પામી નવમાં રૈવેયકમાં મહર્દિક દેવતા થયા. ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વત્સદેશમાં કૌશાંબી નામની મનોહર નગરીમાં સર્વ રાજાઓમાં સન્માનનીય ધર નામે રાજવીને ત્યાં સતીઓમાં શિરોમણી સુસીમા નામની રાણીની કુક્ષિએ એકત્રીસ સાગરોપમનું નવમા રૈવેયકનું આયુષ્ય પૂર્ણ કરી મહા વદ છઠ્ઠ (પોષ વદ છઠ્ઠ) ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચૌદ મહાસ્વપ્નોથી સુચિત પ્રભુનું ચ્યવન થયું.
નવ માસ અને સાડા સાત દિવસ ગર્ભકાળ પૂર્ણ થયા બાદ કાર્તિક વદ બારસ (આસો વદ બારસ)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં રક્ત વર્ણ વાળા પદ્મ લાંછનવાળા | પુત્રને સુસીમાદેવીએજન્મ આપ્યો.
છપ્પન્ન દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પ્રભુનો અવર્ણનીય જન્મમહોત્સવ ઉજવ્યો !
ધર રાજાએ પણ પુત્રનો અદ્ભુત જન્મ મહોત્સવ ઉજવ્યો...!પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મ (કમલ) ની શય્યામાં શયનનોદોહદ થયો હતો તેથીજ પ્રભુનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org