________________
શ્રી સુમતિનાથ ચરિત્ર
જંબુદ્વીપના પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં શંખપુર નામે સુંદર નગર નગરીમાં સર્વત્ર વિજય પતાકા ફેલાવનારવિજયસેન નામે રાજવી રાજ્ય કરી રહ્યો છે. સુંદર રૂપથી સુશોભિત સુદર્શના નામે રાણી છે. મહારાણી સુદર્શનાને બધુ સુખ છે. પણ પુત્રના અભાવનું મોટુ દુઃખ છે રાજા વિજયસેનને પણ પુત્રનો અભાવ સાલી રહ્યો છે અંતે પુત્ર પ્રાપ્તિ માટે કુલદેવીની રાજાએ આરાધના કરી છઠ્ઠા ઉપવાસેદેવીએ વાંછિત વરદાન આપ્યું...
અલ્પ દિવસોમાં સુદર્શના રાણીની કુક્ષિએ ઉત્તમ આત્માનું અવતરણ થયું. સમગ્ર નગરીમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું ઉત્તમગર્ભના પ્રભાવથી રાણીને ઉત્તમ દોહદો ઉત્પન્ન થયા...! દોહદના પ્રભાવથી અનકે જીવોને અભયદાન જિનેશ્વર ભગવંતની અષ્ટપ્રકારી પૂજા, પ્રભુભક્તિના અષ્ટાલિક મહોત્સવો આદિ ઉજવાયા ઉત્તમ દિવસે ઉત્તમપુત્રરત્નનેરાણીએ જન્મ આપ્યો! પુરુષસિંહએનું નામ પાડ્યું !
યુવાવસ્થાને પામેલો રાજપુત્ર પુરુષસિંહ દેવાંગનાઓ સમાન આઠ કન્યાઓનો સ્વામિ બન્યો ! યુવાવસ્થામાં જ વિનયનંદન નામના સૂરિ ભગવંતના સમાગમથી વૈરાગ્યપામી દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનક તપનું આરાધન કરી રાજકુમાર પુરુષસિંહે તીર્થંકર નામકર્મ ની નિકાચના કરી કાળધર્મ પામી વૈજયંત વિમાનમાં
મહર્ફિકદેવપણે ઉત્પન્ન થયા.
Jain Education International
E8 For Private & Personal Use Only
www.jainelibrary.org