________________
સંવર રાજાએ પણ પુત્ર જન્મનો મહોત્સવ અયોધ્યાનગરીમાં અતિઉલ્લાસપૂર્વક ઉજવ્યો ! જ્યારથી પ્રભુનો આત્મા માતાની કુક્ષિએ આવેલ ત્યારથી જ સમગ્ર નગરમાં અભિનંદન (હર્ષ, આનંદ) નું વાતાવ૨ણછવાઈ ગયેલ તેથી જ પુત્રનું નામ અભિનંદન એ પ્રમાણે પાડ્યું. સાડા બાર લાખ પૂર્વ પ્રભુના કુમાર અવસ્થામાં પસાર થયા. ત્યાર બાદ પ્રભુનો રાજ્યાભિષેક મહોત્સવ ઉજવાયો. સાડા છત્રીસ લાખ પૂર્વ સુધી પ્રભુએ રાજ્યનું પાલન કર્યું ! લોકાંતિક દેવોની વિનંતિથી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો ! મહા સુદ બારસના દિવસે અભિજિત નક્ષત્રમાં અર્થસિદ્ધ નામની દિવ્ય શિબિકા ઉપર બેસી પ્રભુ અયોધ્યા નગરીમાંથી સહસ્ત્રાપ્રવનમાં આવ્યા ત્યાં છઠ્ઠ તપના તપસ્વી અભિનંદનકુમારે બીજા ૧૦૦૦ રાજાઓની સાથે દીક્ષા અંગીકારકરીસંયમસ્વીકારતાજપ્રભુનેમનઃ પર્યવજ્ઞાનઉત્પન્નથયું.
બીજા દિવસે પ્રભુએ ઈન્દ્રદત્ત રાજાને ત્યાં પારણું કર્યું પંચ દિવ્યો પ્રગટ થયા અઢાર વર્ષ સુધી પ્રભુ છદ્મસ્થપણામાંવિચર્યા-વિહારકરતા પુનઃ અયોધ્યાનગરીના સહસ્ત્રામ્રવનમાં સ્વામિ પધાર્યા. છઠ્ઠનો તપ કર્યો રાયણ વૃક્ષની નીચે પોષ શુક્લ ચતુદર્શીનાદિવસે અભિજિતનક્ષત્રમાંપ્રભુને કૈવલ્યજ્ઞાનનીપ્રાપ્તિથઈ!
દેવતાઓએ સમવસરણની રચના કરી અભિનંદનસ્વામિએ દેશનાનો પ્રારંભ
કર્યો. સંસારમાં કોઈ-કોઈનું શરણ નથી મૃત્યુ સામે કોઈ રક્ષણ આપી શકે તેમનથી.. અશરણ ભાવના ઉપ૨ પ્રભુએ આપેલ ધર્મદેશનાથી વૈરાગ્ય વાસિત બની વજ્રનાભ વિગેરે ૧૧૬ રાજકુમારોએ દીક્ષા લીધી. પ્રભુએ તેમને ગણધરપદે સ્થાપી ત્રિપદી આપીગણધરોએદ્વાદશાંગીનીરચનાકરી.
અભિનંદન સ્વામીના શાસનમાં ગજવાહનવાળો યક્ષેશ્વર નામે યક્ષ અને કમલાસનેસ્થિત કાલિકાનામે શાસનદેવીથઈ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org