________________
થી અભિનંદન સ્વામિ
જંબુદ્વીપ - પૂર્વવિદેહમાં મંગલના સ્થાનભૂત મંગલાવતી વિજયમાં રત્નોના નિધાન સ્વરૂપ રત્ન સંચયા નામે સુંદર નગરીમાં મહાપરાક્રમી મહાબલ રાજા રાજ્ય કરી રહ્યો છે.
પુણ્યાનુબંધી પુણ્યના સ્વામિ તે રાજાએ અનેક વર્ષો સુધી ન્યાયપૂર્વક રાજયનું પાલન કરી વિમલસૂરિ નામના આચાર્ય ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનકતપની આરાધના દ્વારા તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. ! ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વિજયનામનાઅનુત્તરવિમાનમાં મહર્થિકદેવથયા.
ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્વીપમાં ઈંદ્રપુરી સમાન અયોધ્યા નગરીમાં ઈક્વાકુ વંશમાં ભૂષણ સમાનસંવરરાજાની પ્રાણ પ્રિયાજના બધા મનોરથોસિદ્ધ થઈ ગયા છે તેવી સિદ્ધાર્થ નામની પટ્ટરાણીની કુક્ષિએ તેત્રીસ સાગરોપમનું અનુત્તર વિમાનનું આયુષ્ય પૂર્ણ કરી મહાબલરાજાનો આત્મા વૈશાખ શુક્લ ચતુર્થીના દિવસે અભિજિત નક્ષત્રમાં ચ્યવનપામ્યો.
નવ મહિના અને સાડા સાત દિવસ સુખરૂપ ગર્ભકાલ વ્યતીત થતા મહા સુદ બીજના દિવસે અભિજીત નક્ષત્રમાં જ વાનરલંછનથી વિભૂષિત સુવર્ણવર્ણી તેજસ્વી કાયાવાળા પુત્રને સિદ્ધાર્થી દેવીએ જન્મ આપ્યો પ૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ આવી પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અદ્ભુત જન્મમહોત્સવ ઉજવ્યો!
Jain Education International
૬૧ For Private & Personal Use Only
www.jainelibrary.org