________________
દિવસે મૃગશિર નક્ષત્રમાં એ પુણ્યાત્માનુંચ્યવનથયું..! ચૌદ મહાસ્વપ્નોથીસૂચિત એવા પુણ્યાત્માના આગમનથી જ જિતારિ રાજાનું રાજભવન અનેકવિધ સમૃદ્ધિથી છલકાઈ ગયું!
નવ મહિના અને સાડા સાત દિવસનો ગર્ભકાલ પૂર્ણ થયા બાદ મૃગશિર નક્ષત્રમાં માગસર સુદ ચતુર્દશી ના દિવસે અશ્વલંછનથી સુશોભિત કંચનવર્ણી કાયાવાળા પુત્રનો જન્મ થયો!
૫૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રો આદિએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો ! મહારાજા જિતારિએ પણ પુત્રનો અનુપમ જન્મ મહોત્સવઉજવ્યો!
પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે ધાન્ય આદિનો સંભવવિશેષથયેલો તેથી ગુણોને અનુરુપ ‘સંભવકુમાર પ્રભુનું નામકરણ થયું ! બાલ્યાવસ્થા પસાર કરી યુવાવસ્થામાં પ્રવેશ કરતા સંભવકુમારે માતા-પિતાના આગ્રહથી અને ભોગાવલી કર્મ શેષ છે એમ માની પ્રભુએલગ્ન રાજ્યાભિષેકઆદિ સાંસારિકક્રિયાઓનિરીહ ભાવે કરી......! ચુમાલિસ લાખ પૂર્વ અને ચાર પૂર્વાંગ (એક પૂર્વાંગ =ચોર્યાસી લાખ વર્ષ) જેટલો સમય રાજ્ય અવસ્થામાં સંભવકુમારે પસાર કર્યો. દીક્ષાને એક વર્ષનો સમય બાકી રહ્યો ત્યારે લોકાંતિક દેવોની તીર્થ પ્રવર્તાવો ની વિનંતિનો પ્રભુએ સ્વીકારકરી વાર્ષિકદાનનોપ્રારંભકર્યો.!
અંતે માગસરસુદ પૂર્ણિમાના મંગલદિવસે મૃગશિર નક્ષત્રમાં દેવતાઓએ બનાવેલી સિદ્ધાર્થ નામની દિવ્ય શિબિકામાં બેસી હજા૨ો સુર-અસુરો-માનવોથી સેવાતાસંભવકુમા૨શ્રાવસ્તીનગરીનાસહસ્ત્રાષ્રનામના વનમાંઆવ્યાછઉતપનું કરેલુ છે પચ્ચક્ખાણ એવા સંભવકુમારે ૧૦૦૦ રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી સર્વવિરતિનુંપચ્ચકખાણ ઉચ્ચરતાજ સ્વામિનેમન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું!
Jain Education International
પદ
For Private & Personal Use Only
www.jainelibrary.org