________________
ત્રયોદશી ના દિવસે ગણધર ભગવંતો અને બીજા ૧0000 મહાત્માઓની સાથે પ્રભુનિર્વાણને પામ્યા....!
પ્રભુનિર્વાણના સમાચારસાંભળીભરત ચક્રવર્તી ઉદ્વિગ્નબની જાયછે ! ઈંદ્રાદિ દેવતાઓ પણ પ્રભુના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરવા વ્યથિત હૈયે આવે છે. જનમેદનીનો અવિરતપ્રવાહપ્રભુનાપાર્થિવદર્શને આવી રહ્યો છે.
ઈંદ્ર મહારાજા ત્રણ પાલખીઓ તૈયાર કરાવે છે એકમાં પ્રભુના નિર્મળ દેહને, બીજી પાલખીમાં ગણધર ભગવંતોના નિષ્ણાણ શરીરને, ત્રીજી પાલખીમાં બીજા મુનિઓનાદેહને રખાયછે.
સમગ્ર ભરતક્ષેત્ર શોકમગ્ન થઈ ગયું છે! ત્રણે પાલખીઓને ઈંદ્રાદિ દેવતાઓ અને ભરતાદિ નરેશ્વરો એ ઉપાડી નિર્મળ ભૂમિમાં ત્રણ સ્થાને અગ્નિ પ્રગટાવી શોકાતુર નયને વ્યથિત હૈયે પ્રભુનાદેહને અગ્નિદાહ અપાયો! બાજુમાં ગણધરોના દેહને અને બીજી તરફ મુનિઓના દેહને અગ્નિદાહ અપાયો. તે સ્થાને ભરત મહારાજાએ પ્રભુભક્તિ માટે ત્રણ સ્તૂપો બનાવ્યા! ઈંદ્રાદિ દેવોએ નંદીશ્વર દ્વીપ ઉપરજઈપ્રભુનાનિર્વાણ કલ્યાણકનો મહોત્સવ ઉજવ્યો!
ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર સિંહનિષદ્યા નામે રત્નમય પાષાણના ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ કરી અનુપમપ્રભુભક્તિકરી !
પ્રાંતે – ભરત મહારાજા પણ આરિલાભુવનમાં અલંકાર વગરના શરીરની શોભા નિહાળી અનિત્યાદિ ભાવનાનું ચિંત્વન કરતા કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી ! મુક્તિગામી બન્યા!
વંદન હો ! સિદ્ધાચલ તથિ વિભૂષણ
પ્રથમતાપિત શ્રી આદિનાથ સ્વામીના ચરણોમાં”
४६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org