________________
ઋષભદેવ પરમાત્માનો આત્મા ખેડૂતને સમજાવી રહ્યો છે. આ અવસર્પિણીમાં સૌથી પ્રથમ સુપાત્રદાનનો પ્રારંભ શ્રેયાંસકુમારે કર્યો ! પ્રભુના પારણાના પ્રભાવથી આકાશમાં પંચ દિવો પ્રગટ થયા. વૈશાખ શુકલ તૃતીયાના દિવસે પ્રભુને પ્રથમ આપેલું દાન અક્ષય બન્યું. તેથી જ તે દિનનો અક્ષયતૃતીયા તરીકે અદ્યાવધિ મહિમા ગવાતોજ આવ્યો છે !
પ્રભુને તેર તેર મહિના સુધી નિર્દોષ ભિક્ષા મલી નહીં. તેની પાછળ પણ રહસ્ય રહેલું છે સમકિત પામતા પૂર્વ કોઈ ભવમાં પ્રભુના આત્માએ બળદો ધાન્ય ભક્ષણ કરતા હતા તે સમયે બળદોનો માલિક ખેડૂત બળદોને મારતો હતો. તિર્યંચો ઉપર ઝીંકાતી લાકડીઓ નિહાળી પ્રભુના આત્માનું હૃદય દ્રવી ઉઠ્યું !દયાબુદ્ધિથી બળદોને માર ન પડે અને બળદો ધાન્ય ભક્ષણ પણ ન કરે તે માટે બળદોના મોઢે સીકુ બાંધવાનું કહ્યું...! કાર્ય પૂર્ણ થયેથી તે આવરણ છોડવાનું યાદ ન આવ્યું... પરિણામે તેર ઘડી
Jain Education International
૩૨ For Private & Personal Use Only
www.jainelibrary.org