________________
પ્રભુનો દીક્ષા સમય આવી પહોંચ્યો...!ચૈત્ર વદ આઠમ(ફાગણવદ આઠમ) ના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઈંદ્રાદિ દેવોએ કરેલા અપૂર્વ મહોત્સવ પૂર્વક કચ્છમહાકચ્છ આદિ ચાર હજાર કુમારોની સાથે પ્રભુએ દીક્ષા સ્વીકારી...! પ્રભુ જ્યારે પંચમુષ્ટિ લોન્ચ કરી રહ્યા છે ત્યારે ઈંદ્ર મહારાજાએ એક સુશોભિત કેશલતા રાખવા પ્રભુને વિનંતિ કરી. પ્રભુએ તેમની વિનંતિનો સ્વીકાર કર્યો સર્વસંગનો ત્યાગ કર્યો....!સર્વવિરતિનું પચ્ચકખાણસ્વીકાર્યું પ્રભુને મન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું. | પ્રભુએ દીક્ષાદિનથી મૌન ધારણ કરેલું દીક્ષાના આગળના દિનથી જ પ્રભુએ છ3 તપનું પચ્ચખાણ કરેલું...! દીક્ષાના બીજા દિવસથી પ્રભુ પ્રતિદિન ત્રીજા પ્રહરમાં નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરતાવિહરી રહ્યા છે..! પ્રામાનુગ્રામવિચરતા પ્રભુ ગામ નગરોને પાવન કરી રહ્યા છે.
નિર્દોષભિક્ષાવિધિથીઅજ્ઞાતગામનાનગરના સરળજનોપ્રભુ પોતાને ત્યાં પધારે ત્યારે પ્રભુનું સ્વાગત કરવા માટે પ્રભુના ચરણોમાં સુવર્ણના, મોતીઓના, રત્નોના ઢગલા કરે છે ! કેટલા ભદ્રિક મનુષ્યો પોતાની યૌવનવતી સ્વરૂપવાન કન્યાની સાથે પાણિગ્રહણ કરવા પ્રભુને પ્રાર્થે છે.. તો કેટલાય મનુષ્યો સચિત ફળોના ઢગલા પ્રભુ પાસે કરે છે પણ પ્રભુતો મૌનપૂર્વકત્યાંથી આગળવધી જાય છે..!
પ્રભુ સાથે દીક્ષીત કચ્છ, મહાકચ્છ આદિ રાજકુમારો પણ ભિક્ષાવિધિથી અજ્ઞાત છે. “પ્રભુતો કંઈ ભોજન કરતાં નથી અને અમને કંઈ કહેતા પણ નથી અમારાથી તો ભૂખનું દુઃખ શું સહન થાય ! એમવિચારીસ્વબુદ્ધિથીજ ગંગાનદીની નજીકના વનમાં ઝૂંપડીઓ બનાવી કંદ-મૂળ ફળ આદિનો આહાર ગ્રહણ કરી જટાધારી તાપસો તરીકે ત્યાં રહી પ્રભુનું ધ્યાન ધરવા લાગ્યા...!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org