________________
પ્રકરણ-૨
અંતિમ ભવ... પ્રભુ ઋષભદેવ... જંબુદ્વીપ દક્ષિણાભરત ક્ષેત્ર....
અવસર્પિણીનો ત્રીજો આરો પસાર થઈ રહ્યો છે ચોર્યાસી લાખ પૂર્વત્રણ વર્ષ અને સાડા આઠમહિના ત્રીજા આરાનાશેષ છે તે સમયે..
વિમલવાહન નામના કુલકરની પરંપરામાં થયેલા નાભિ નામના તેજસ્વી કુલકરની સૌભાગ્યશાલી પત્ની મરૂદેવાની કુક્ષિએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં અષાડ વદ ૧૪ (જઠવદ ૧૪) ના મંગલ દિવસે સર્વાર્થસિદ્ધનામના વિમાનમાંથી ચ્યવીને પ્રભુનો આત્મા ગર્ભપણે ઉત્પન્ન થયો ! પોતાની કુક્ષિમાં પ્રભુનું અવતરણ થતા જ અતિ તેજસ્વી, દેદીપ્યમાન, વૃષભ, હાથી, કેસરીસિંહ, શ્રીદેવી, પુષ્પમાળા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, કળશ, પદ્મસરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિર્દુમઅગ્નિ ચૌદ મહાસ્વપ્રો નિહાળી મરૂદેવી માતા અતિ આનંદિત બની ગયા તુરંત જ પોતાના સ્વામિનાથનાભિ કુલકરનેસ્વમાઓ કહી સંભળાવ્યા....!
ઓહ દેવી....! આપણે ત્યાં ઉત્તમતેજસ્વી પુત્રરત્નનો જન્મ થશે ! એવું આ સ્વપ્નાઓ સૂચવી રહ્યાં છે તે જ સમયે પ્રભુના પ્રભાવથી અચલ એવું સૌધર્મેન્દ્ર મહારાજાનું સિંહાસનકંપાયમાન થયું.!
પોાતના જ્ઞાનના પ્રભાવથી પ્રથમતીર્થપતિનું ચ્યવન થયેલું જાણી તે દિશા તરફ આવી સાત આઠ પગલા દૂર જઈ સૌધર્મેન્દ્રમહારાજા શકસ્તવ રૂપે નમુત્થરં સ્તોત્રથી પ્રભુનીસ્તવના કરે છે.
સ્તવના પૂર્ણ થયા બાદ સ્વયં ઈન્દ્ર મહારાજા નાભિ કુલકરની પાસે આવી
Jain Education International
For Private & Pers
Use Only
www.jainelibrary.org