________________
પ્રભુનો આ વિશાલ પરિવારહતો.
પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીકજાણી અપાપાપુરીમાં પધાર્યા ત્યાં દેવતાઓએ સમવરસણની રચના કરી પ્રભુએ ૧૬ પ્રહરસુધી દેશના આપીચાર પુરુષાર્થોમાંમોક્ષ પુરુષાર્થની મહત્તા સમજાવી. પુણ્યપાલ રાજાને આવેલા આઠ સ્વપ્નાઓના ફળવર્ણનથી પ્રભુએ પોતાના શાસનનું ભાવિ ભાખ્યું. પાંચમા આરા...છઠ્ઠી આરાના...જીવોનું વર્ણન કર્યું આવતી ઉત્સર્પિણીમાં થનારા તીર્થંકર ભગવંતો ચક્રવર્તીઓ આદિ ૬૩ શલાકા પુરુષના નામસંભળાવ્યા. છેલ્લે દેશના પૂર્ણ કરી પ્રભુ હસ્તિપાલરાજાનીજિર્ણસભામાંઆવ્યા.
ગૌતમગણધરને દેવશર્મા બ્રાહ્મણના પ્રતિબોધ માટે મોકલ્યા.. કાર્તિકવદ અમાવસ્યા (આસો વદ અમાવસ્યા) ની પાછલી રાત્રિએ છઠ્ઠ તપના તપસ્વી પ્રભુ સ્વાતિ નક્ષત્રમાં કર્મબંધરહિત થઈ નિર્વાણ પામ્યા...!
સમગ્ર ભરતક્ષેત્ર શોકગ્રસ્ત બની ગયું. ઈંદ્રભૂતિ ગૌતમગણધરને સમાચાર મળતાજ કરૂણ આક્રંદકરી વિલાપ કરતા...કરતા...વિરાગી બની પ્રભાતનાસમયે તેમણે પણ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી.
પ્રભુ વીર ત્રીસ વર્ષ ગૃહસ્થપર્યાય, સાડા બાર વર્ષ છમસ્થ પર્યાય, અને ત્રીસ વર્ષ કેવલી પર્યાયપાળી ૭૨ વર્ષની વયે પ્રભુનિર્વાણ પામ્યા.
વંદન હો... ચરમ તીર્થપતિ \/ શ્રમણ ભગવાન મહાવીર સ્વામિના ચરણોમાં...s/
Jain Education International
For Private &
Use Only
www.jainelibrary.org