________________
ક્રોધથી કાંપતો બોલ્યો “કાર્ય ચાલુ હોયત્યારે પૂર્ણ થયું એમ ન કહેવાય...!” પ્રભુનો સિદ્ધાંત મને મંજૂર નથી...! કેટલાયે સાધુઓ જમાલિના અહંકારને નિહાળી પ્રભુ પાસે ચાલ્યા ગયા...! સાધ્વી પ્રિયદર્શના પતિ પ્રત્યેના પ્રેમના કારણે જમાલિના પક્ષે રહ્યા...!
હવે જમાલિગર્વોન્મત્ત થઈ સ્વયંને સર્વજ્ઞ માનવા લાગ્યો ! એક વખત જમાલિ પરિવાર સાથે શ્રાવસ્તિ નગરીમાં આવ્યો ! સાથે ૧૦00 સાધ્વીથી પરિવરેલા પ્રિયદર્શનાસાધ્વીજી પણ હતા. જમાલિબહારઉદ્યાનમાં રહ્યા સાધ્વીજી ઢંક કુંભારની શાળામાં ઉતર્યા...ઢંક કુંભારપ્રભુવીરનો ચુસ્ત શ્રાવક હતો!
સાધ્વી પ્રિયદર્શનાને સત્ય વાત સમજાવવા તેના વસ્ત્ર ઉપર અગ્નિનો તણખો નાખ્યો! “અરે શ્રાવકજી! આ શું કરો છો ! તમારા કારણે તો મારું વસ્ત્ર બળી ગયું!
“સાધ્વીજી મહારાજ ! તમારા મત પ્રમાણે વસ્ત્ર ક્યાં બળ્યું છે ! જ્યારે વસ્ત્ર પૂરું બળી જાયત્યારેજબધું ગણાય આવો અસત્યઅપલાપ કેમ કરો છો!
પ્રિયદર્શના ની શાન ઠેકાણે આવી ગઈ પોતાના પરિવાર સાથે પ્રભુ પાસે આવી ક્ષમા માંગી સત્ય માર્ગે આવી ગયા. જમાલિને મિથ્યાત્વના તીવ્ર ઉદયના કારણે સત્યવાત સમજાણી નહીં. ઘણા વર્ષો ચારિત્રનું પાલન કર્યું તેના પ્રતાપે છઠ્ઠી દેવલોકમાંકિલ્બિષિયા (હલકી જાતિના) દેવતરીકે ઉત્પન્ન થયો.
પ્રભુને કેવલજ્ઞાન પછી પણ ગોશાલાએ નાખેલ તેજોલેશ્યા દ્વારા ભયંકર ઉપસર્ગ થયો ! એ જ તેજોલેશ્યાપુનઃ ગોશાલાના શરીરમાં પ્રવેશી સાત દિવસ સુધી ભયંકર દાહની વેદના સહન કરી પોતાના દુષ્કૃત્યોને યાદ કરી ક્ષમા માંગી બારમાં દેવલોકેએકવાર ગયો! પણ ત્યાંથી અનંતકાળ સુધી ભવોમાં એ ભમ્યા કરશે!
શ્રી મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં હાથીના વાહનવાળો માતંગ નામે યક્ષ અને સિંહનાવાહનવાળી સિદ્ધાયિકાનામે શાસનદેવીથઈ.
૨૩૬ For Private & Personà Use Only
Jain Education International
www.jainelibrary.org