________________
ચૌદ મહાસ્વપ્નો નિહાળેલા અને ત્રિશલાની કુક્ષિમાં જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે એ સ્વપ્નો જાણે ત્રિશલારાણી તરફ જતા ન હોય એવું દેવાનંદાએ નિહાળ્યું. મહાદેવી ત્રિશલારાણીએચૌદ મહાસ્વપ્નોનિહાળ્યા...!
સ્વપ્ન લક્ષણ પાઠકો પાસેથી તે મહાસ્વપ્નાઓના ફળનું વર્ણન સાંભળી ત્રિશલારાણીનો આનંદ ઉરમાં સમાતો નથી ! ગર્ભસ્થ પ્રભુ માતાને કષ્ટ ન પડે તે માટે
જ્યારે ગર્ભમાં સ્થિર બન્યા ત્યારે ત્રિશલામાતાએ કરુણ આક્રંદ દ્વારા સમગ્ર રાજમહેલનેસ્તબ્ધ બનાવી દીધું. અવધિજ્ઞાનીપ્રભુએ માતાનો વિલાપ જ્યારે જાણ્યો ત્યારે ફરી પ્રભુએ ગર્ભમાં અંગ ફરકાવવાનું ચાલુ કર્યું ! ત્રિશલા માતા પુનઃ હર્ષાવેશમાં આવી ગયા!
ગર્ભકાળ પૂર્ણ થયા બાદ ચૈત્ર સુદ તેરસના દિવસે સિંહના લંછનવાળા | સુવર્ણવર્ણ કાંતિવાળા પુત્રનેત્રિશલામાતાએજન્મ આપ્યો ! પ્રભુના જન્મ બાદ તુરંત
જ પ૬ દિકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અપૂર્વજન્મમહોત્સવઉજવ્યો...
સિદ્ધાર્થ મહારાજએદસ દિવસ સુધી પ્રભુનો જન્મમહોત્સવ ઉજવી પ્રભુ ગર્ભમાં હતા ત્યારથી જ ધન ધાન્યાદિથી જ્ઞાનકુલ વધતું હતું તેથી પ્રભુનું નામ વર્ધમાન એ પ્રમાણે પાડ્યું!
- આઠ વર્ષના વર્ધમાન કુમારે પોતાની અદ્ભુત ધીરતા - વીરતા દ્વારા પરીક્ષા કરવા આવેલા સૌધર્મ દેવલોકના શક્તિશાળી દેવનો પણ પરાભવ કર્યો તેથી પ્રભુનું નામ મહાવીરએ પ્રમાણે પણ પ્રસિદ્ધ થયું !
Jain Education International
ર ર પ For Pritate & Wersonal Use Only
www.jainelibrary.org