________________
ભવ ૧-૨-૩-૪
જંબુદ્વીપના પશ્ચિમમહાવિદેહમાં મહાવપ્ર વિજયમાં પૃથ્વી પ્રતિષ્ઠાનપુરમાં નયસાર નામે ગ્રામપતિ રહેતો હતો.
નયસારના જીવનના એક મહત્વનાનિયમે એને સદ્ગુરુની પ્રાપ્તિ કરાવી દીધી !
અતિથિને જમાડ્યા વિના જમવું નહીં આ નિયમનું દઢપણે પાલન કરતા જંગલમાં અતિથિની શોધમાં નીકળેલા નયસારને જંગલમાં મુનિ ભગવંતોના દર્શન થયા.. સુપાત્રદાનનો અચિંત્ય લાભ નયસારને મલી ગયો મહાત્માઓને પુનઃ યોગ્ય માર્ગે પહોંચાડવાનું કામ પણ સ્વયં નયસારે જ કર્યું... નયસારના જીવની યોગ્યતા ભદ્રિકતા નિહાળી મહાત્માઓને નયસારને ભાવ માર્ગ બતાવવાનું મન થયું ! દેવગુરુ ધર્મની સાચી ઓળખાણ મહાત્માઓએ આપી વિધિપૂર્વક નમસ્કાર મહામંત્ર નયસારને મલ્યો ! ઓહ....જિનધર્મ...આવો અદ્ભુત છે દેવ-ગુરુ ધર્મની પરખ થવાથી નયસાર સમ્યગદર્શન પામ્યો ! મહાત્માઓના અગણિત ઉપકારનું સદેવ
સ્મરણ કરતો નયસારતે ભવનું આયુષ્ય પૂર્ણ કરી બીજા ભવમાં પ્રથમદેવલોકમાં એક પલ્યોપમનાઆયુષ્યવાળાદેવ તરીકે ઉત્પન્ન થયોદેવના ભવમાં ગતભવમાં મેળવેલ સમ્યગદર્શનને નિર્મળ બનાવે તેવા જિનભક્તિના વિવિધ અનુષ્ઠાનો આદરી દેવનું આયુ પૂર્ણ કરી ત્રીજા ભવમાં ભરતક્ષેત્રનીવિનિતાનગરીમાં પ્રથમતીર્થપતિ ભગવાન ઋષભદેવના પુત્ર પ્રથમચક્રવર્તી ભરત મહારાજા ના પુત્ર બનવાનું સૌભાગ્ય તે આત્માને પ્રાપ્ત થયું મરિચિતેમનું નામ પાડવામાં આવ્યું. યુવાવસ્થાના ઉંબરે પ્રવેશતા જ ભગવાન ઋષભદેવનીધર્મદેશનાથી પ્રતિબોધ પામી રાજપુત્ર મરિચિએ સંસારનો ત્યાગ કર્યો. સર્વવિરતિ આદરી પણ ચારિત્રાવરણીય કર્મના ઉદયથી સુકુમાલ કાયાવાળા મરિચિ મુનિથી ભગવાનના સાધુપણાના કષ્ટો સહન થયા નહીં. પોતાની
૨૧૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org