________________
શ્રી નમિનાથ સ્વામિ ચરિત્ર
જંબૂઢીપના પશ્ચિમ મહાવિદેહમાં ભરત નામે વિજયમાં કૌશાંબી નામે નગરીમાં સિદ્ધાર્થ નામે ભક્તિવંત રાજવી રહેતો હતો. લઘુકર્મી રાજવીને - મુનિઓનો સમાગમપ્રાણથી પણ પ્યારોલાગતોહતો.
સુદર્શન મુનિના સમાગમે રાજા સિદ્ધાર્થે દીક્ષા સ્વીકારી અનેકવિધ તપોને તપી વીશસ્થાનકની આરાધના દ્વારા તિર્થંકર નામકર્મ નિકાચના કરી સમાધિમરણ પામી અપરાજિતનામના અનુત્તરવિમાનમાંદેવતરીકેઉત્પન્નથયા.
તેત્રીસસાગરોપમનુંઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આ જંબુદ્વીપનાભરતક્ષેત્રની મિથિલા નામે સુંદર નગરીમાં વિજય નામે પરાક્રમી રાજવીને ત્યાં પટ્ટરાણી વપ્રારાણીની કુક્ષિએ સિદ્ધાર્થ રાજાના આત્માનું ચ્યવન થયું. તે પૂણ્યવંતો દિવસ હતો
આસો સુદ પૂર્ણિમા નક્ષત્ર હતું - અશ્વિની નક્ષત્રમાં મહાદેવી વપ્રાએ ચૌદ મહાસ્વપ્નો નિહાલ્યા. સમયપૂર્ણ થતાં શ્રાવણ વદ આઠમ(અષાડ વદ આઠમ)ના દિવસે અશ્વિની નક્ષત્રમાં નિલકમલના લંછનથી સુશોભિત સુવર્ણવર્ણી કાયાવાળા પુત્રનેજન્મ આપ્યો.
છપ્પન દિકુમારીકાઓ અને ચોસઠ ઈન્દ્રોએ પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો. વિજયરાજાએ પણ પોતાના નંદનનો જન્મમહોત્સવ શાનદાર રીતિએ ઉજવ્યો. પ્રભુ જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે તેમના પ્રભાવથી શત્રુઓ નમી ગયા હતા તેથી પુત્રનું નામ નમિકુમા૨એપ્રમાણે પાડ્યું.
Jain Education International
For Private & PCUse Only
૧૬
www.jainelibrary.org