________________
“આ સમવસરણમાં જિતશત્રુ રાજાના અશ્વ સિવાય હાલ કોઈ ધર્મ પામેલ
નથી.”
હજારોની સંખ્યામાં દેવો માનવો આદિપુણ્યવંતા આત્માઓની ઉપસ્થિતિછતાં એકઅશ્વ (તિર્યંચ) પ્રતિબોધપામ્યો! મહારાજાએ અશ્વનો પૂર્વભવપૂછ્યો. પ્રભુએ જણાવ્યું.
પૂર્વમાં પદ્મિની નગરમાં સાગરદત્ત નામે શેઠ રહેતો હતો. શૈવધર્મી હતો. મિત્રના સત્સંગથી જિનવાણીના શ્રવણ માટે આવતો. એક વખત વ્યાખ્યાનમાં સાંભળ્યું કે, “જે અરિહંત પ્રભુનું બિંબ ભરાવે છે તે આત્મા મોક્ષમૂલકધર્મને અવશ્ય પામે છે.” આ સાંભળી શૈવધર્મી સાગરદત્તે સોનાની જિનપ્રતિમા ભરાવી ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.”
આ પહેલા સાગરદત્તે શૈવધર્મી હોવાથી નગર બહાર વિશાળ શિવાલય કરાવેલું. ત્યાં પણ પૂજા અર્ચના માટે સાગરદત્ત જતો હતો. ઉત્તરાયણના પર્વદિવસે શિવાલયમાં પૂજા માટે એકત્ર કરેલા ઘડાઓ - શિવભક્તો-જોરથી ખેંચતા હતા. પરિણામે ઘડાઓ નીચે રહેલી ઉધઈઓ ચગદાઈ જતી હતી. સાગરદત્તનું હૃદય આ દશ્ય નિહાળી દ્રવી ઉઠ્યું. પોતે જયણાપૂર્વક ઉધઈને દૂર કરવા લાગ્યો ત્યારે પેલા ભક્તોએ તેનો ઉપહાસ કર્યો. શિવભક્તોએ જાણી જોઈને ઉધઈને ચગદી નાખી. તેમના આચાર્યએ પણ આ બાબત ઉપેક્ષા કરી.
આ નિહાળી સાગરદત્તે કચવા તેમને શિવપૂજા કરી. પૂર્વમાં તિર્યંચનું આયુષ્ય બંધાઈ જવાથી અશ્વ તરીકે થયો ! પણ જિનપ્રતિમા ભરાવવાથી અને જીવદયાના સંસ્કારથી અહીં પણ પ્રતિબોધપામી ગયો! ભાવિમાંએ આત્મામુક્તિએજશે.
આ પ્રસંગથી ભરૂચ તીર્થઅશ્વાવબોધતીર્થ તરીકે પણ જાણીતું છે.
૧ કપ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org